સુરત : મહિલા જુનિયર વકીલે સિનિયર વકીલ સામે નોંધાવી દુષ્કર્મની ફરિયાદ, વાંચો સમગ્ર મામલો...
સુરત શહેરના વેડ રોડ વિસ્તારમાં ઓફિસ ધરાવતી મહિલા જુનિયર વકીલને પત્ની તરીકેનો દરજ્જો આપવાનું અને અલગ મકાન લઇ આપવાની લાલચ આપી

સુરત શહેરના વેડ રોડ વિસ્તારમાં ઓફિસ ધરાવતી મહિલા જુનિયર વકીલને પત્ની તરીકેનો દરજ્જો આપવાનું અને અલગ મકાન લઇ આપવાની લાલચ આપી પોતાની ઓફિસ ઉપરાંત સેલવાસ અને બારડોલી ખાતેના ફાર્મમાં લઇ જઇ 25થી વધુ વખત શરીર સંબંધ બાંધ્યા બાદ તરછોડી દેનાર નાનપુરાના શુભમ કોમ્પ્લેક્ષમાં ઓફિસ ધરાવતા પરિણીત વકીલ વિરૂધ્ધ અઠવાલાઇન્સ પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાય છે.
મળતી માહિતી અનુસાર, સુરતના વેડ રોડ વિસ્તારમાં ઓફિસ ધરાવતી મહિલા વકીલે વર્ષ 2019માં સિવીલ મેટર માટે મિત્ર હસ્તક નાનપુરાની આનંદ હોસ્પિટલની બાજુમાં શુભમ કોમ્પ્લેક્ષમાં ઓફિસ ધરાવતા વકીલ નીરવ દુધવાલાનો મોબાઇલ પર સંર્પક કર્યો હતો. ત્યાર બાદ વર્ષ મે 2021થી નીરવ સમયાંતરે મહિલા વકીલને મેસેજ કરીને કોફી પીવા માટેની ઓફર કરતો હતો. આ દરમિયાનમાં 1 ઓગસ્ટ 2021ના રોજ વેસુના આગમવ્યુ કોમ્પ્લેક્ષમાં આવેલા કેફેમાં બન્ને કોફી પીવા ગયા હતા અને ત્યારબાદ બન્ને વારંવાર મળતા હતા. જે અંતર્ગત ઓક્ટોબર 2021માં નીરવ અને મહિલા વકીલ રાજસ્થાનના ઉદેપુર ખાતે 3 દિવસ ફરવા ગયા હતા, જ્યાં બન્ને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. ઉદેપુરથી પરત આવ્યા બાદ જાન્યુઆરી 2022માં નીરવે મહિલા વકીલને પત્નીની જેમ રાખીશ અને પત્નીનો દરજ્જો આપીશ, મારી પત્નીને પણ સમજાવી દઇશ અને નહીં માને તો છુટાછેડા આપી દઇશ, મારા માતા-પિતા હું જેમ કહું તેમ કરે છે, એમ કહી પોતાની ઓફિસમાં સાંજના સમયે બોલાવી બન્નેએ શરીરસુખ માણ્યું હતું.
મહિલા વકીલ લગ્નની જીદ કરતા સેલવાસ ખાતે મંદિરમાં નીરવના મિત્ર દીપેશ પટેલ સહિત 3 લોકોની હાજરીમાં બન્નેએ લગ્ન કર્યા હતા, અને ખાનવેલ રિસોર્ટની સામેની હોટલમાં રોકાયા હતા. ત્યારબાદ નીરવ પોતાની ઓફિસ ઉપરાંત બારડોલી ખાતેના ફાર્મમાં 25થી વધુ વખત લઇ જઇ બન્ને શરીર સંબંધ બાંધ્યો હતો. જોકે, ગત 24 એપ્રિલે નીરવ મહિલા વકીલની ઓફિસે ઘસી ગયો હતો અને સાયણ નજીકના વોટર પાર્કમાં ફરવા જવાનું કહ્યું હતું. પરંતુ મહિલા વકીલએ ઇન્કાર કરતા તેની સાથે ઝઘડો કરી ડાબા હાથ પર ચીમઠો ભરી ત્યાંથી ચાલ્યો ગયો હતો. ત્યારબાદ પત્ની તરીકે રાખવાનો ઇન્કાર કરી દીધો હતો. નીરવે ફોન બંધ કરી દેતા મહિલા વકીલે તેની પત્નીને કોલ કરી તેની સાથે લગ્ન કર્યાની વાત કરી હતી. ગત 24 એપ્રિલે નીરવ મહિલા વકીલે ઓફિસે જઇ સાયણ નજીકના બ્લ્યુ બબલ વોટર પાર્કમાં ફરવા જવાનું કહ્યું હતું. પરંતુ મહિલા વકીલે ઇન્કાર કરી દીધો હતો. જેથી નીરવે ઝઘડો કરી ત્યાંથી ચાલ્યો ગયો હતો. તા. 30 એપ્રિલે રાતે 2 વાગ્યે કોલ કરી બીજા દિવસે પોતાના ઘરે લઇ જઇશ એમ કહ્યું હતું. પરંતુ નીરવે ફોન બંધ કરી દેતા મહિલા વકીલે નીરવની પત્ની હેતલને ફોન કરી નીરવે પોતાની સાથે લગ્ન કર્યા છે, એમ કહેતા હેતલ અને મહિલા વકીલ વચ્ચે ઝઘડો થયો હતો. જેથી અકળાયેલા નીરવે તે મારી પત્નીને કેમ કહી દીધું, મારે તારી સાથે કોઇ સંબંધ રાખવા નથી એમ કહી સંબંધ તોડી નાંખ્યા હતા. જેથી મહિલા જુનિયર વકીલે સિનિયર વકીલ વિરુદ્ધ પોલીસ મથકે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી.
ભરૂચ : નર્મદા મૈયા બ્રિજના છેડે ત્રિપલ અકસ્માત, 3 વાહનો એકબીજા સાથે...
5 May 2022 4:27 PM GMTવડોદરા : મગરના મોઢામાં આવી ગયો યુવકનો મૃતદેહ, 3થી વધુ મગરો વચ્ચે...
7 Jun 2022 9:12 AM GMTભાવનગર :મહિલા પીએસઆઈ સાથે બનેલ દુષ્કર્મ કેસમાં અનેક ચોકાવનારા ખુલાસા...
3 April 2022 4:59 PM GMTભરૂચમાં સોશિયલ મીડિયાએ શું લીધો યુવતીનો ભોગ..?, યુવતીએ જાતે દુપટ્ટા...
10 Jun 2022 5:15 AM GMTભરૂચ : રાજ્યભરનો પ્રથમ કિસ્સો, શહેરની એક મહિલા કે જેણે વૈજ્ઞાનિક...
8 May 2022 12:38 PM GMT
નાથની નગરચર્યા: કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે મંગળા આરતી કરી તો CM...
1 July 2022 4:17 AM GMTકચ્છીમાડુઓને CM ભૂપેન્દ્ર પટેલે પાઠવી નવા વર્ષની શુભેચ્છા
1 July 2022 3:44 AM GMTભરૂચ: મોડી રાતે ધોધમાર વરસાદ વરસતા વિવિધ વિસ્તારોમાં ભરાયા પાણી
1 July 2022 3:08 AM GMTનાથની નગર ચર્યા: સી.એમ.ભુપેન્દ્ર પટેલે પહિંદ વિધિ કરાવી રથયાત્રાનું...
1 July 2022 1:52 AM GMTઅમદાવાદ: 145મી રથયાત્રા પૂર્વે મંગળા આરતી સંપન્ન, કેન્દ્રિય ગૃહમંત્રી...
1 July 2022 12:34 AM GMT