Connect Gujarat
Featured

સુરેન્દ્રનગર : ARTO અધિકારીની બદલી થતાં 300 કી.મી.ની સાયકલ યાત્રા કરી દાહોદથી સુરેન્દ્રનગર પહોંચ્યા, જાણો કેમ..!

સુરેન્દ્રનગર : ARTO અધિકારીની બદલી થતાં 300 કી.મી.ની સાયકલ યાત્રા કરી દાહોદથી સુરેન્દ્રનગર પહોંચ્યા, જાણો કેમ..!
X

આજના ઝડપી યુગમાં લોકો પોતાના ધંધા-વ્યવસાય અને નોકરી માટે ઘણી દોડાદોડી કરી રહ્યા છે. હાલના સમયે લોકો માટે વાહનથી થતો વ્યવહાર ફરજિયાત થઈ ગયો છે, ત્યારે દાહોદથી સુરેન્દ્રનગર આર.ટી.ઓ. કચેરીમાં બદલી થતાં ARTO તરીકે ફરજ બજાવતા અધિકારી સાયકલ લઈને સુરેન્દ્રનગર આર.ટી.ઓ. કચેરીએ પહોંચ્યા હતા. જોકે એક સમયે આર.ટી.ઓ. કચેરી ખાતે હાજર તમામ લોકો આશ્વર્યચકિત થયા હતા.

હાલના સમયમાં લોકોની શારીરિક તંદુરસ્તીમાં કોઈના કોઇ તકલીક આવ્યા કરે છે, ત્યારે સુરેન્દ્રનગરમાં આર.ટી.ઓ. કચેરીમાં ARTO તરીકે ફરજ બજાવત અધિકારી તાહિર દાંત્રોલીયા પોતે સાયકલિંગ કરવાના શોખીન છે. તો સાથે જ સાયકલિંગ કરવાથી શરીર પણ તંદુરસ્ત રહે છે. ઉપરાંત પર્યાવરણમાં વધતાં પ્રદૂષણમાં પણ ઘટાડો કરી શકાય છે.

જોકે તાહિર દાંત્રોલીયાની દાહોદથી સુરેન્દ્રનગર ખાતે બદલી થતાં તેઓ પોતે દાહોદથી સાયકલિંગ કરી 300થી કિલોમીટર કાપી સુરેન્દ્રનગર આર. ટી.ઓ. કચેરી ખાતે ફરજ પર હાજર થયા હતા. ઉપરાંત તાહિર દાંત્રોલીયાએ અગાઉ પણ 200 કી.મી.થી 400 કી.મી. સુધીની સાયકલિંગ રેસ જે નિશ્ચિત સમયમાં જ પૂર્ણ કરવાની હોય છે તેમાં ભાગ લીધો હતો. તાજેતરમાં તા. 23મી જાન્યુઆરીના રોજ હિંમતનગરથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીનું 600 કિલોમીટરનું અંતર પણ માત્ર 37 કલાકમાં પૂર્ણ કર્યું હતું. જોકે આ રેસ નિયત સમય કરતાં પહેલા પૂર્ણ કરતાં તેઓ વર્ષ 2022માં પેરિસમાં યોજાનાર સાયકલ રેસમાં પણ પસંદગી પામ્યા છે. ઉલ્લેખનિય છે કે, તાહિર દાંત્રોલિયા અગાઉ રાજસ્થાનમાં માઉન્ટ આબુ અને પાલી પણ સાયકલિંગ કરીને પહોંચ્યા હતા, ત્યારે સુરેન્દ્રનગર આર.ટી.ઓ. કચેરીમાં ARTO તરીકે ફરજ બજાવતા અધિકારીને સાયકલિંગ કરતાં જોઈ સૌકોઇ આશ્વર્યચકિત થયા હતા.

Next Story