Connect Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગર : કેનાલમાં પડ્યા “ભ્રષ્ટાચારના ગાબડાં”, ખેતરોમાં પાણી ફરી વળતાં ખેડૂતો દોડ્યા

સુરેન્દ્રનગર : કેનાલમાં પડ્યા “ભ્રષ્ટાચારના ગાબડાં”, ખેતરોમાં પાણી ફરી વળતાં ખેડૂતો દોડ્યા
X

સુરેન્દ્રનગર જીલ્લાના પાટડી તાલુકાના ભોજવાથી પાટડી તરફ જતી નર્મદા માઈનોર કેનાલમાં ગાબડું પડતા આજુબાજુ ખેતરોમાં પાણી ફરી વળ્યાં હતા. કેનાલમાં ગાબડું પડવાની જાણ થતા જ ખેડૂતો તાત્કાલિક ખેતરે દોડી આવ્યા હતા. બનાવની જાણ નર્મદા કેનાલના અધિકારીઓને કરવામાં આવી હતી તે સુદ્ધા કોઈ અધિકારી ફરક્યાં ન હતા.

પાટડી તાલુકાના ભોજવાથી પાટડી તરફ જતી નર્મદા માઈનોર કેનાલમાં ગાબડું પડતા ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. પાણી ફરી વળતાં ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ખેડૂતોઓ અતિવૃષ્ટિ બાદ મહા મહેનતે રવિ પાકની વાવણી કરી હતી. પરંતુ કેનાલમાં ગાબડું પડતાં ખેતરો પાણીથી

રેબઝેબ થતાં હવે ધઉ અને જીરૂ સહિતના રવિ પાકો નિષ્ફળ જવાની ભીતિ સેવાઇ રહી છે.

ખેડૂતોએ પોતાનો રોષ ઠાલવી નર્મદા કેનાલના અધિકારીઓ પર આક્ષેપ કર્યો હતો કે, અધિકારીઓની અણ આવડતને કારણે કેનાલમાં વારંવાર ગાબડા પડે છે, ત્યારે નર્મદા માઈનોર કેનાલ પર જ્યાં જુઓ ત્યાં ઝાળી-ઝાંખરાં જોવા મળે છે. ઉપરાંત ખેડૂતોનું કહેવું છે કે, કેનાલમાં વધારે માત્રમાં પાણી છોડવાને કારણે કેનાલ ઓવર-ફ્લો થતાં ગાબડું પડ્યું છે. ગાબડુ પડવાના 36 કલાક કરતા પણ વધુ સમય વીતવા છતા કોઈ પણ જાતનું સમારકામ હાથ ધરવામાં આવ્યુ નથી.

તો હવે, તાત્કાલિક ધોરણે ખેડૂતોને સરકાર દ્વારા સહાય ચુકવણી થાય જોઈએ તેમજ સમયસર મેંટેનન્સ અને દેખરેખ રાખવામાં આવે તો કેનાલમાં થતાં ભ્રષ્ટાચારના ગાબડા ન પડે, ત્યારે આ બાબતે કોંગ્રેસના ધારાસભ્ય નૌશાદ સોલંકીએ જણાવ્યું હતુ કે, કેનાલનું કામ હલકી ગુણવત્તાવાળું કરવામાં આવ્યુ છે. ઉપરાંત છેવાડના ગામડે પાણી પહોચાડવા તેમજ ફોર્સથી પાણી છોડવામાં આવે છે, ત્યારે આવા ગાબડા પડતા હોય છે. ખેડૂતોના ખેતરમાં પાણી ઘૂસી ગયા છે, પરંતુ અધિકારીઓ ત્યાં જોવા સુદ્ધા ગયા નથી. તાત્કાલિક ધોરણે કેનાલના સમારકામ સહિત યોગ્ય કામગીરી હાથ ધરવામાં આવે ટે અત્યંત જરૂરી છે.

Next Story