Connect Gujarat
Featured

સુરેન્દ્રનગર: દંપત્તિ દીકરીની સગાઈ માટે હાઇવે પર અજાણી કારમાં બેઠુ, પછી શું થયું જુઓ

સુરેન્દ્રનગર: દંપત્તિ  દીકરીની સગાઈ માટે હાઇવે પર અજાણી કારમાં બેઠુ, પછી શું થયું જુઓ
X

લીંબડી સુરેન્દ્રનગર હાઇવે પર લીફટ આપવાના બહાને દંપતિના રૂપીયા પચાસ હજાર રોકડા અને સોના ચાંદીના ઘરેણા સહિત રૂપિયા 2.12 લાખની લૂટ ચલાવી ફરાર ચાર આરોપીઓને પોલીસે ફીલ્મી ઢબે પીછો કરી ઝડપી પાડ્યા હતા

વઢવાણના ઉમીયા ટાઉનશિપમાં રહેતા અને વર્ષોથી સુરત રહી કરીયાણાનો વેપાર કરતાં મહેશ કુણપરા તેમની દીકરીની સગાઈ માટે સુરતથી વતન વઢવાણ આવી રહ્યા હતા. પતિ પત્ની બન્ને

લીંબડી હાઇવે પર વઢવાણ જવા વાહનની રાહ જોઇને ઊભા હતા આ દરમ્યાન એક કારમાં આવેલ પાંચ લોકોએ દંપતીને લીફટ આપી હતી જો કે વઢવાણ નજીક આવી આરોપીઓ દંપત્તિને ઉતારી મૂક્યા હતા અને તેઓ પાસે રહેલ રૂપિયા 50 હજાર રોકડા અને સોના ચાંદીના દાગીના સહિત રૂપિયા 2.10 લાખના માલમત્તાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. આ અંગેની જાણ થતાં જ બી ડિવિઝન પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો જેમાં સી.સી.ટી.વી. કેમેરાની મદદથી પોલીસને આરોપીઓના વર્ણન વાળી સફેદ કાર લખતર બાજૂ ગઈ હોવાની વિગત મળતા પોલીસે ફિલ્મ ઢબે પાંચ કિ.મી. સુધી પીછો કરી પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલ આરોપીઓમાં ઈમરાન અંસારીસાહેબ અંસારી,સોહિલ પઠાણ અને સોહિલ અબ્દુલનો સમાવેશ થાય છે. આરોપીઓએ ગુજરાતના અન્ય જિલ્લાઓમાં પણ મુસાફરોને કારમાં લિફ્ટ આપવાના બહાને બેસાડી લૂટ ચલાવી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે આરોપીઓ પાસેથી લૂટમાં ગયેલ મુદ્દામલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

Next Story