સુરેન્દ્રનગર : ધ્રાંગધ્રામાં પતંગ-દોરાથી મૃત્યુ પામેલા પક્ષીઓની “અંતિમ યાત્રા” કાઢી અપાયો “અગ્નિસંસ્કાર”

0

ઉત્તરાયણના પર્વમાં લોકો પતંગ ઉડાડીને આનંદ માણતા હોય છેમ, ત્યારે આકાશમાં ઉડતા પક્ષીઓ પતંગની દોરીથી ઈજાગ્રસ્ત થઈ મૃત્યુ પણ પામતા હોય છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રામાં પતંગ-દોરાથી મૃત્યુ પામેલા પક્ષીઓને અરાઈશ ગ્રુપના સભ્યો દ્વારા તેમની અંતિમ યાત્રા કાઢી અગ્નિસંસ્કાર આપવામાં આવ્યા હતા.

ઉત્તરાયણ નજીક આવતા જ અરાઈશ ગ્રુપના સભ્યો દ્વારા લોકોને અપીલ કરવામાં આવે છે કે, તમે પતંગ ઉડાડીને જે આનંદ કરો છો, તો આ પક્ષીઓને બને ત્યા સુધી ઇજા ન થાય તે માટે ખાસ ધ્યાન રાખવું. ઉપરાંત જો કોઈ પક્ષી પતંગ-દોરાથી ઘાયલ થાય તો તેને તાત્કાલિક સારવાર આપવામાં આવે છે. પરંતુ આ વર્ષે પણ કેટલાક પક્ષીઓના મૃત્યુ થયા હતા, જે મૃત પક્ષીઓની અંતિમ યાત્રાને શહેરના મુખ્ય માર્ગ ઉપર કાઢવામાં આવી હતી. આ વિધિમાં ગ્રામજનો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા. આ વર્ષે ઉતારયણમાં 12થી 14 પક્ષીઓના મૃત્યુ થયા હતા, જયારે 40 જેટલા પક્ષીઓ ઘાયલ થયા છે. હાલ ગ્રુપના સભ્યો દ્વારા આગામી વર્ષોમાં પક્ષીઓના મૃત્યુમાં ઘટાડો થાય તેવા પ્રયાસો કરવામાં આવશે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here