Connect Gujarat
Featured

સુરેન્દ્રનગર : વાહનોની તાડપત્રી કાપી માલ-સામાન ચોરી કરતાં ગેંગનો પર્દાફાશ

સુરેન્દ્રનગર : વાહનોની તાડપત્રી કાપી માલ-સામાન ચોરી કરતાં ગેંગનો પર્દાફાશ
X

હાઇવેનાં રસ્તાઓ ઉપર વાહનોની તાડપત્રી કાપી માલ-સામાનની ચોરી કરતી ગેંગના મુખ્ય સૂત્રધાર સહિત બે શખ્સોને એલ.સી.બી. પોલીસે ઝડપી પડ્યા છે.

ધાંગધ્રા વિરમગામ કચ્છ હાઇવે અને લખતર વિરમગામ હાઈવે ઉપર છેલ્લા કેટલાક સમયથી દોડતા વાહનોની તાડપત્રી કાપીને માલ સામાનની ચોરી થતી હોવાની બૂમો ઊઠી હતી. આ પ્રકારના ચોરીના વધતા કિસ્સાઓ ધ્યાને લઇ તસ્કરીઓ અટકાવવા માટે એલ.સી.બી. પોલીસ દ્વારા જુદી-જુદી ત્રણ ટીમો બનાવીને માલવણ, લખતર પંથકના શંકાસ્પદ સોખડા, ગેડીયા, ઇન્ગ્રોડી વિગેરે ગામોમાં તંબુ તાણીયા હતા. તે દરમિયાન ધાંગધ્રા તાલુકાના સોખડા ગામે ગેંગનાં એક સાગરિતના ઘરે શંકાસ્પદ હિલચાલ થવાની એલસીબી ટીમને બાતમી મળી હતી અને ત્યાં છાપો મારતા હાઈવે ઉપર દોડતાં વાહનોમાંથી થતી ચોરીની ઘટનાનો પર્દાફાશ થયો હતો. એલસીબી પોલીસે રેડ દરમિયાન ચોરી કરેલા માલસામાન તથા બે કાર અમિત ચિહલાના રહેણાંક મકાનમાંથી મળી આવો હતો અને આશરે કુલ રૂપિયા ૨૭ લાખનો મુદ્દામાલ ઝડપી લેવા સાથે જુદા જુદા હાઇવે ઉપર છ જેટલી ચોરીની ઘટનાનો ભેદ ઉકેલાયો છે. હાઇવે ઉપર દોડતાં વાહનોમાંથી માલ સામાન ચોરીની શિરદર્દ બનેલી ઘટનામાં સુરેન્દ્રનગર એલસીબીને મોટી સફળતા સાંપડી છે.

Next Story