Connect Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગર : અયોધ્યામાં રામમંદિરના નિર્માણમાં ગુજરાતનું હશે યોગદાન, જુઓ કેવી રીતે

સુરેન્દ્રનગર : અયોધ્યામાં રામમંદિરના નિર્માણમાં ગુજરાતનું હશે યોગદાન, જુઓ કેવી રીતે
X

દેશની

સર્વોચ્ચ અદાલતના ચુકાદા બાદ અયોધ્યામાં રામ મંદિરના નિર્માણનો માર્ગ મોકળો બની

ગયો છે. અયોધ્યામાં નિર્માણ પામનારા મંદિરમાં સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા

શહેરના પથ્થરોનો ઉપયોગ કરાશે.

સુરેન્દ્રનગર

જિલ્લાના ધ્રાંગધ્રા શહેરને પથ્થરની ભુમિ તરીકે ઓળખવામાં આવે છે. સમગ્ર દેશમાં નિર્માણ પામતાં

મંદિરોમાં અહીંના પથ્થરોનો ઉપયોગ કરાય છે.ધ્રાંગધ્રા શહેરમાં રહેતાં સોમપુરા બંધુઓ

તેમની શિલ્પકળા માટે જાણીતાં છે. આ શહેરનો સેન્ડ સ્ટોનના નામે ઓળખાતો પથ્થર ખાસ

વિશેષતા ધરાવે છે. વર્ષોથી

શિલ્પ કામ કરનારા વિજય સોમપુરાને આ પથ્થરમાંથી કાંઈક અલગ કરવાનુ સૂઝ્યું અને તેમણે આ પથ્થર માંથી 19 કિલોથી વધુ વજનનું કાચબાનું શિલ્પ તૈયાર

કર્યું છે. સામાન્ય રીતે પથ્થર પાણીમાં ડુબી જતાં હોય છે પણ આ વિશાળકાય કાચબાનું

શિલ્પ પાણી ઉપર તરતું રહે છે. આ શિલ્પને લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન પણ મળ્યું

છે. તેમણે આ જ

પથ્થરમાંથી વિવિધ વસ્તુઓ જેવી કે બતક, મગર, કાચબો,દડો અને આ બધી વસ્તુઓ પાણીમાં તરે છે. અયોધ્યામાં

નિર્માણ પામનારા રામ મંદિરમાં પણ અહીંના જ પથ્થરોનો ઉપયોગ કરવામાં આવશે. જો જરૂર પડે તો

અહીંના કારીગરો પણ અયોધ્યા જશે.

Next Story