Connect Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગર : કુડાના વિધાર્થીઓનો “જ્ઞાનયજ્ઞ”, વૃદ્ધોને આપે છે જ્ઞાનનું ભાથું

સુરેન્દ્રનગર : કુડાના વિધાર્થીઓનો “જ્ઞાનયજ્ઞ”, વૃદ્ધોને આપે છે જ્ઞાનનું ભાથું
X

કહેવાય છે ને કે, ભણે તે ગણે... અને ભણવા માટે કોઈ ઉંમરને બાધ નથી તેવું જ કઈ જોવા મળ્યું છે કુડા ગામમાં. સુરેન્દ્રનગર

જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના રણ કાંઠા વિસ્તારના કુડા ગામમાં વિધાર્થીઓ દ્વારા

વડીલોને સાક્ષર જ્ઞાન આપવામાં આવી રહ્યું છે. જુઓ અમારો વિશેષ અહેવાલ...

કુડા ગામમાં રહેતા લોકોનો મુખ્યત્વે પશુપાલન અને મીઠાના વ્યવસાય સાથે સંકળાયેલા છે. જેને કારણે અહીના લોકોમાં સાક્ષર જ્ઞાન ખૂબ ઓછું છે, ત્યારે આ ગામમાં રહીને અભ્યાસ કરતા યુવક-યુવતીઓ દ્વારા એક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ગામમાં રહેતા મોટી ઉમરના વડીલ વૃધ્ધોને સાક્ષર જ્ઞાન આપવામાં આવી રહ્યું છે. જે વૃધ્ધોને ભણવાની ઈચ્છા છે તેવા 50થી વધુ વૃદ્ધ મહિલા-પુરુષો વિધાર્થીઓ પાસે દરરોજ સાંજે ભણવા માટે આવે છે.

કુડા ગામના વિધાર્થીઓ દ્વારા વૃદ્ધ મહિલા-પુરુષોને કક્કો, બારખડી, ઘડિયા તેમજ પોતાનું નામ અને પોતે પોતાની સહી કરી શકે તેવું શીખવાડવામાં આવે છે. હાલના ડીઝીટલ યુગમાં વૃધ્ધો માટે શિક્ષણ ખૂબ મહત્વનું છે, તે માટે વિધાર્થીઓ મહેનત કરી રહ્યા છે. વૃધ્ધ મહિલા-પુરુષો જ્યારે બજારમાં કોઈ કામ અર્થે જાય તો પણ આ શિક્ષણ તેમને ખૂબ જ કામ આવશે. હાલ ગામના 50થી વધુ વૃદ્ધ મહિલા-પુરુષો વિધાર્થીઓ પાસે શિક્ષણ મેળવી સાક્ષર બની રહ્યા છે.

Next Story