Connect Gujarat
Featured

સુરેન્દ્રનગર : એલસીબીએ ત્રણ ઈસમોને 7 હથિયાર સાથે ઝડપી પાડ્યા

સુરેન્દ્રનગર : એલસીબીએ ત્રણ ઈસમોને 7 હથિયાર સાથે ઝડપી પાડ્યા
X

દેશી મઝરલોડ બંદૂક ૪, બાર બોર બંદૂક ૧, તમંચો ૧, એક પિસ્તોલ મળી કુલ ૭ હથિયારો ઝડપાયા સુરેન્દ્રનગર એલસીબી પી.આઈ. ડી.એમ.ઢોલ તથા પીએસઆઇ વી.આર.જાડેજા તેમજ એલસીબીની ટીમ દ્વારા પાટડી તાલુકા વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું, કોમ્બિંગ દરમિયાન એલસીબી ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે દેગામ ગામની આકડીયા ગામની સીમ વિસ્તારમાં રેડ પાડી હતી, પોલીસે આ બનાવમાં નવાઝખાન ઉર્ફે લાલો અશરફખાન જત મલેક, સરીફખાન ઉર્ફે લાલો ઉમેદખાન જત મલેક, તેમજ મહમદખાન નસીબખાન જત મલેક સહિત ત્રણ ઈસમોને કુલ રૂપિયા ૩૮ હજારના મુદ્દામાલ સાથે ઝડપી લીધા છે.

ઝડપાયેલા ત્રણેય ઈસમો પાસેથી વધુ ત્રણ ઈસમો નામો ખુલ્યા છે. આ બાબતે સુરેન્દ્રનગરના ડીવાયએસપી એચ.પી.દોશીએ પ્રેસ સંબોધીને માહિતી આપી હતી. જ્યારે આ બનાવમાં હુશેનખાન કરીમખાન મલેક, ભીખાભાઈ મિસ્ત્રી, મુસ્તુફાભા ઉમેદખાન જત મલેક નામો ખુલતા બજાણા પોલીસ સ્ટેશનમાં હથિયાર ધારા મુજબ અલગ-અલગ ત્રણ ગુનાઓ રજિસ્ટર કરીને કાર્યવાહી કરવામાં આવેલ છે

Next Story