Connect Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગર : તરણેતરના ભાતીગળ મેળાનો રવિવારથી રંગેચંગે પ્રારંભ થશે

સુરેન્દ્રનગર : તરણેતરના ભાતીગળ  મેળાનો રવિવારથી રંગેચંગે પ્રારંભ થશે
X

સુરેન્દ્રનગર જિલ્લામાં થાનગઢ પાસે આવેલ ત્રિનેશ્વર મહાદેવનુ મંદિર ખાતે ભાદરવા સુદ ત્રીજથી છઠ સુધીનો મેળો યોજાય છે. આ મેળો તરણેતરના મેળા તરીકે સમગ્ર વિશ્વમાં ખ્યાતિ ધરાવે છે. તરણેતરના મેળાને અનુલક્ષી વહીવટી અને પોલીસ વિભાગ તરફથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. પહેલી સપ્ટેમ્બરના રોજથી મેળાનો પ્રારંભ થવા જઇ રહયો છે.

પહેલી સપ્ટેમ્બરના રોજથી તરણેતરના મેળાનો પ્રારંભ થશે. આ મેળામાં લાખો લોકો આવે છે. કબડ્ડી, ખોખો, દોડ, દોરદા ખેંચ,કુસ્તી, સાથે રાસ મંડળી વચ્ચે થતી સ્પર્ધાઓ મેળામાં આવતાં લોકો માટે આર્કષણનું કેન્દ્ર બને છે. મંદિરના પટાંગણમાં આવેલાં કુંડની અંદર પાંચમના દિવસે સ્નાનનું મહત્વ હોય છે. આ વખતે સરકાર દ્વારા પ્લાસ્ટિક મુક્ત આ મેળો યોજાય તેવા પ્રયત્નો કરવામાં આવ્યા છે.મેળામાં લોકોને આવવા માટે તેમજ જવા માટે એસ.ટી.બસની વ્યવસ્થા પણ પુરી કરવામાં આવી છે. સાથે લોકોની સલામતી માટે મેળામાં પોલીસ બંદોબસ્ત પૂરતો રાખવામાં આવ્યો છે. કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે માટે ત્રણ SRP ની કંપની તેમજ 10 DYSP, 25 PI ,85 PSI સાથે કોન્સ્ટેબલ તેમજ હોમગાર્ડના જવાનો પણ ફરજ બજાવશે. હાલમાં સરકાર ના વિવિધ વિભાગો જેવા કે આરોગ્ય, ટુરિઝમ વિભાગ, પોલીસના લોકો કામે લાગી ગયા છે.

Next Story