Connect Gujarat
Featured

સુરેન્દ્રનગર : કોરોના રેપીટ ટેસ્ટ કરાયેલા મેડિકલ વેસ્ટનો કરાયો જાહેરમાં નિકાલ, જુઓ પછી સ્થાનિકોએ શું કર્યું..!

સુરેન્દ્રનગર : કોરોના રેપીટ ટેસ્ટ કરાયેલા મેડિકલ વેસ્ટનો કરાયો જાહેરમાં નિકાલ, જુઓ પછી સ્થાનિકોએ શું કર્યું..!
X

સુરેન્દ્રનગર શહેરની મધ્યમાં રહેણાંક વિસ્તારમાં કોરોના રેપીટ ટેસ્ટ માટે અર્બન સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે, ત્યારે કોરોના રેપીટ ટેસ્ટ કરાયેલા મેડિકલ વેસ્ટનો જાહેરમાં નિકાલ કરાતા સ્થાનિકોએ ભારે હોબાળો મચાવ્યો હતો.

સુરેન્દ્રનગર શહેરમાં આવેલ આરાધના સોસાયટીના એક મકાનમાં કોરોના રેપીટ ટેસ્ટ માટે અર્બન સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે, ત્યારે અર્બન સેન્ટરમાં કોરોના રેપીટ ટેસ્ટ કરી અને રેપીટ ટેસ્ટ કીટ, ગ્લોઝ સહિતનો મેડીકલ વેસ્ટનો સોસાયટીના જ કોમન પ્લોટમાં નિકાલ કરતાં સ્થાનિકોએ ભારે હોબાળો મચાવી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.

આરાધના સોસાયટીના સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે, કોઇપણ મંજુરી લીધા વિના રહેણાંક વિસ્તારમાં કોરોના ટેસ્ટીંગ થતા લોકોમાં કોરોનાનું સંક્રમણ વધવાની દહેશત ફેલાઈ છે. હાલ શહેરમાં રોજ અંદાજે 20 જેટલા પોઝિટિવ કેસ સામે આવે છે, ત્યારે અર્બન સેન્ટરને વહેલીતકે બંધ કરવા સહિત જે કોઈએ મેડીકલ વેસ્ટનો જાહેરમાં નિકાલ કર્યો હોય તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી ઉગ્ર લોકમાંગ ઉઠી છે.

Next Story