સુરેન્દ્રનગર : શાળાઓ દ્વારા વાલીઓને ફી ભરવા અંગે થતું દબાણ, કોંગ્રેસે ઉઠાવ્યો વિરોધનો સૂર

0

સુરેન્દ્રનગર ખાતે પ્રથમ સત્રની શિક્ષણ ફી માફ કરવાની માંગ સાથે શહેર કોંગ્રેસ સમિતિ અને NSUIના કાર્યકરોએ કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવી રજૂઆત કરી હતી.

હાલ ચાલી રહેલા કોરોના વાયરસની મહામારી વચ્ચે લોકોની આર્થિક સ્થિતિ કથળી ગઇ છે. તેવા સમયે શાળા-કોલેજો પણ બંધ છે. તેમ છતાં સુરેન્દ્રનગરની કેટલીક શાળાઓ દ્વારા વાલીઓને SMS અથવા તો ફોન દ્વારા ફી ભરવા બાબતે દબાણ કરાતું હોવાની રાવ ઉઠી છે, ત્યારે કોંગ્રેસના આગેવાનોએ કલેકટર કચેરી ખાતે થાળી વગાડી ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા.

સમગ્ર મામલે સુરેન્દ્રનગર શહેર કોંગ્રેસ સમિતિ અને NSUI દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવી શાળા-કોલેજો દ્વારા પ્રથમ સત્રની ફી માફ કરવાની માંગ કરી હતી. ઉપરાંત જે શાળાઓ ફી બાબતે દબાણ કરતી હોય તો NSUI દ્વારા વાલીઓના હિતમાં હેલ્પલાઇન નંબર પણ બહાર પાડવામાં આવ્યા હોવાનું NSUIના આગેવાનોએ જાહેર કર્યું છે. જોકે હવે રાજ્યભરમાં શાળાઓ દ્વારા વાલીઓને ફી બાબતે દબાણ કરાતા વિરોધનો સૂર ઉઠ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here