Connect Gujarat
Featured

દિવંગત અભિનેતા સુશાંતસિંહ રાજપૂતને વિશેષ સન્માન, મૃત્યુના 8 મહિના બાદ મળ્યો દાદા સાહેબ ફાળકે એવોર્ડ

દિવંગત અભિનેતા સુશાંતસિંહ રાજપૂતને વિશેષ સન્માન, મૃત્યુના 8 મહિના બાદ મળ્યો દાદા સાહેબ ફાળકે એવોર્ડ
X

બોલીવુડ અભિનેતા સુશાંતસિંહ રાજપૂત હવે આ દુનિયામાં રહ્યા નથી. સુશાંતસિંહ રાજપૂતે વર્ષ 2008માં નાના પડદાથી અભિનયની શરૂઆત કરી હતી. ગત વર્ષે 14 જૂનના રોજ સુશાંતસિંહ રાજપૂતનો મૃતદેહ મુંબઈના બાંદ્રા સ્થિત તેમના ઘરેથી મળી આવ્યો હતો, ત્યારે તેમના આકસ્મિક અવસાનથી આખા દેશમાં હચમચી મચી ગઈ હતી. સુશાંતસિંહ રાજપૂતના નિધનના 8 મહિના બાદ તેમના પ્રશંસકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. આ દિવંગત અભિનેતાને વિશેષ સન્માન આપવામાં આવ્યું છે. સુશાંતસિંહ રાજપૂતને દાદાસાહેબ ફાળકે આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ એવોર્ડ 2021 અંતર્ગત શ્રેષ્ઠ ક્રિટિક્સ એક્ટરનો એવોર્ડ મળ્યો છે.

જોકે, સોશિયલ મીડિયા પર સુશાંતસિંહ રાજપૂત માટે લખાયેલ દાદા સાહેબ ફાળકે આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલની આ પોસ્ટ ઝડપથી વાયરલ થઈ રહી છે, ત્યારે અભિનેતાના ચાહકો પણ તેમની પોસ્ટને ખૂબ પસંદ કરે છે. સાથે મળીને ટિપ્પણી કરીને તેઓ પોતાનો પ્રતિસાદ પણ આપી રહ્યા છે. દાદા સાહેબ ફાળકે આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ દ્વારા સોશિયલ મીડિયા પર આ માહિતી આપવામાં આવી છે. દાદા સાહેબ ફાળકે આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સુશાંતસિંહ રાજપૂતની એક તસવીર શેર કરવામાં આવી છે.

આ તસવીર સાથે એવું કહેવામાં આવ્યું છે કે, સુશાંતસિંહ રાજપૂતને શ્રેષ્ઠ ક્રિટિક્સ એક્ટર તરીકે સન્માનિત કરવામાં આવ્યા છે. વધુમાં લખવામાં આવ્યું છે કે, “આ સિદ્ધિના માર્ગ પર તમે બતાવેલા સમર્પણની ઉજવણી છે.” સ્વર્ગસ્થ સુશાંતસિંહ રાજપૂતને દાદાસાહેબ ફાળકે આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ વર્ષ 2021માં સર્વોત્તમ વિવેચક અભિનેતાનો એવોર્ડ જીતવા બદલ અભિનંદન. સુશાંતસિંહ રાજપૂતે ઘણી ફિલ્મોમાં અભિનય કર્યો અને ફિલ્મના પડદે પોતાની વિશેષ છાપ છોડી દીધી છે.

Next Story