Connect Gujarat

સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાના મામલે બોલિવૂડના આ 8 મોટા માથા સામે કેસ, જાણો કોણે કર્યો

સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાના મામલે બોલિવૂડના આ 8 મોટા માથા સામે કેસ, જાણો કોણે કર્યો
X

બિહારની એક અદાલતમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેમાં દુષ્પ્રેરણનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. કરણ જોહર, સંજય લીલા ભણસાલી, સલમાન ખાન અને એકતા કપૂર સહિત 8 લોકોની વિરુદ્ધ આ ફરિયાદ નોંધવામાં આવી છે. ફરિયાદમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે સુશાંત સિંહને લગભગ 7 ફિલ્મોમાંથી હટાવવામાં આવ્યા હતા જેમાંથી તેની કેટલીક ફિલ્મો રિલીઝ થઈ નહોતી. આવી સ્થિતિએ તેમને આત્મહત્યા કરવા મજબૂર કર્યો હોવાનો વકીલ સુધીર કુમાર ઓઝાએ ફરિયાદમાં દાવો કર્યો છે.

વકીલ સુધીર કુમાર ઓઝાએ બિહારના મુજફ્ફરપુરની એક અદાલતમાં અભિનેતા સુશાંત સિંહ રાજપુતની આત્મહત્યાના મામલે ફરિયાદ દાખલ કરાવી છે. આ ફરિયાદ 306, 109, 504 અને 506 હેઠળ નોંધવામાં આવી છે. એટલે કે સુશાંત સિંહને આત્મહત્યા કરવા પ્રેરવા બદલ આ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

Next Story
Share it