Connect Gujarat
ગુજરાત

તાપી : વ્યારા ખાતે ઓર્ગેનિક ખેત ઉત્પાદન બજારનો પ્રારંભ, ગ્રાહકોને ઓર્ગેનિક પ્રોડક્ટ સીધી મળી રહે તેવો પ્રયાસ

તાપી : વ્યારા ખાતે ઓર્ગેનિક ખેત ઉત્પાદન બજારનો પ્રારંભ, ગ્રાહકોને ઓર્ગેનિક પ્રોડક્ટ સીધી મળી રહે તેવો પ્રયાસ
X

તાપી જિલ્લાના ખેડૂતો દ્વારા ઉત્પાદિત ઓર્ગેનિક

ઉત્પાદનો સીધા તેમના ખેતરથી ગ્રાહકોના રસોડા સુધી પહોચાડવાના ભાગરૂપે જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા દર સોમવાર અને ગુરુવારે વ્યારા સહિત આસપાસના પ્રજાજનોને

શુદ્ધ અને સાત્વિક ખેત ઉત્પાદન મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં

આવી છે.

ઓર્ગેનિક ખેત ઉત્પાદનોના વેચાણનું સોમવારથી શરૂ કરાયેલા આ આયામની

મુલાકાતે જિલ્લા કલેક્ટર આર.જે.હાલાણી સહિત જિલ્લા વિકાસ અધિકારી નેહા સિંઘે વેચાણ કેન્દ્રોની જાત મુલાકાત લઈ ખેડૂતોને સીધી બજાર વ્યવસ્થા મળવા સાથે ગ્રાહકોને

શુદ્ધ અને સાત્વિક ખેત ઉત્પાદનો ઉપલબ્ધ કરાવવાના આ

પ્રયાસને બિરદાવ્યો હતો.

જિલ્લા ખેતીવાડી અધિકારી સતિષ ગામિતના જણાવ્યા અનુસાર, દર સપ્તાહે સોમ અને ગુરુવારે સવારથી સાંજ સુધી જિલ્લા સેવા સદન, પાનવાડીના મુખ્ય પ્રવેશ દ્વારા નજીક ઓર્ગેનિક ખેત ઉત્પાદન કરતાં ખેડૂતો દ્વારા વિવિધ ખેત પેદાશોનું વેચાણ કરાશે. અહી મુખ્યત્વે એપલ બોર, બ્રોકલી, મશરૂમ, ફ્લાવર, કોબી, સરગવો, ભીંડા, ચોળી-ચોળા, ટીંડોળા, કારેલા, ગલકા, મરચાં જેવા શાકભાજી સાથે લાલ અને કાળા ચોખા, કેસર કેરીનો પાવડર, આયુર્વેદિક માલિશ તેલ જેવા ઉત્પાદનોનું વેચાણ શરૂ કરાયું છે. આ તમામ

ઉત્પાદનો રસાયણિક ખાતરના ઉપયોગ વિના તૈયાર કરવામાં

આવ્યા છે. ઓર્ગેનિક ખેત

ઉત્પાદન બજારનો વધુમાં વધુ લોકોને લાભ લેવા માટે અનુરોધ કરવામાં

આવ્યો છે.

Next Story