Connect Gujarat
Featured

તમિલનાડું : વિરૃદ્ધનગર સ્થિત ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થતાં 8થી વધુના મોત

તમિલનાડું : વિરૃદ્ધનગર સ્થિત ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થતાં 8થી વધુના મોત
X

ફેક્ટરીમાં જ્યારે મજૂરો કામ કરી રહ્યાં હતા ત્યારે અચાનક જ વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટને પગલે આગ લાગી હતી અને મજૂરોને કંઈ પણ વિચાર કે તેમને છટકવાની તક મળે તે પહેલા આગ ચારેબાજુ ફેલાઈ ગઈ હતી. વિરૃદ્ધનગર જિલ્લા ફાયર અધિકારી કે ગણેશને કહ્યું કે અત્યાર સુધીમાં અમને 8 મજૂરોની લાશ મળી છે. બાકીનાની શોધ ચાલુ છે.

24 લોકોને દાઝવાને કારણે નાની મોટી ઈજા થઈ છે તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. આગ બુઝાવવાનું ચાલુ છે. ઘટનાસ્થળે 20 ફાયર ફાઈટરને તહેનાત કરવામાં આવ્યાં છે. પોલીસ, રેવન્યુ અને બીજા વિભાગના અધિકારીઓને કાફલો ઘટનાસ્થળે ધસી આવ્યો હતો.કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આ ઘટન પર દુખ વ્યક્ત કર્યું હતું. રાહુલે કહ્યું કે ફેક્ટરીની અંદર ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવાની કામના કરુ છું. તેમણે રાજ્ય સરકારને પીડિતોને તાત્કાલિક મદદ પહોંચાડવાની પણ અપીલ કરી હતી. મૃતકના પરિજનોને 2-2 લાખની અને ઘાયલોને 50 હજારની સહાય
વડાપ્રધાન મોદીએ આ ઘટના પર ઊંડા દુખની લાગણી વ્યક્ત કરીને મૃતકના પરિજનોને 2-2 લાખની અને ઘાયલોને 50 હજારની સહાયની જાહેરાત કરી હતી.

https://twitter.com/PMOIndia/status/1360180596992016384?s=20

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આ ઘટન પર દુખ વ્યક્ત કર્યું હતું. રાહુલે કહ્યું કે ફેક્ટરીની અંદર ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવાની કામના કરુ છું. તેમણે રાજ્ય સરકારને પીડિતોને તાત્કાલિક મદદ પહોંચાડવાની પણ અપીલ કરી હતી.

Next Story