Connect Gujarat
ગુજરાત

તાપી : સખી મંડળોએ બનાવ્યા 1 લાખ કરતાં વધુ માસ્ક મેળવી આજીવિકા

તાપી : સખી મંડળોએ બનાવ્યા 1 લાખ કરતાં વધુ માસ્ક મેળવી આજીવિકા
X

“કોરોના”ના કહેરની કપરી ઘડીમા સંવેદનશીલ રાજ્ય સરકાર અને વહીવટી તંત્રની સાથે જુદા-જુદા ક્ષેત્રો, ખભેખભા મીલાવીને તેમનુ યોગદાન આપી રહ્યા છે, ત્યારે મહીલા સશક્તિકરણના ઉચ્ચતમ ધ્યેય સાથે કાર્યરત કરાયેલ તાપી જિલ્લાના ગ્રામીણ મહીલા સખી મંડળો પણ માસ્ક તૈયાર કરીને આ કપરા સમયમાં જરૂરીયાતમંદોની વ્હારે આવ્યા છે.

જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે.જે.નિનામા તરફથી મળેલ વિગતો અનુસાર, તાપી જિલ્લામાં મિશન મંગલમ યોજના અંતર્ગત કાર્યરત સખી મંડળો પૈકી 43 સખી મંડળો દ્વારા માસ્ક બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમના દ્વારા કુલ 1,80,885 માસ્ક તૈયાર કરી, આ માસ્કના વેચાણ થકી કુલ રૂપિયા 19,38,720 સુધીની આવક મેળવવામાં આવી છે. જિલ્લાની કુલ 66 ગ્રામ પંચાયતોમાં આ માસ્કનું વિતરણ કરી, એમ.જી.નરેગા યોજનાના 8000 જેટલા શ્રમીકોને સખી મંડળો દ્વારા બનાવેલ આ માસ્કનું વિતરણ કરવામાં આવ્યુ છે.

જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ચેરમેન-વ-જિલ્લા વિકાસ અધિકારી કુ. નેહા સિંહના માર્ગદર્શન હેઠળ તાપી જિલ્લાના સખી મંડળો દ્વારા યુધ્ધના ધોરણે માસ્ક બનાવવામાં આવ્યા, અને જરૂરીયાતમંદોને સમયસર તેનું વિતરણ કરવામા આવ્યું હતું. જિલ્લા કલેક્ટર આર.જે.હાલાણીએ સખી મંડળના આ પ્રયાસને બિરદાવી, તેમને આજીવિકા મેળવવા સાથે, પ્રશાસનને ઉપયોગી થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.

Next Story