Connect Gujarat
ગુજરાત

તાપી : પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂતોને “કિસાન ક્રેડિટ કાર્ડ” આપવા ઝુંબેશ હાથ ધરાશે

તાપી : પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂતોને “કિસાન ક્રેડિટ કાર્ડ” આપવા ઝુંબેશ હાથ ધરાશે
X

આગામી વર્ષ ૨૦૨૨

સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાના વડા પ્રધાનના સંકલ્પને સાકાર કરવાના ઉદેૃશથી

ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન યોજના અંતર્ગત નોંધાયેલા ખેડૂતોને હવે “કિસાન

ક્રેડિટ કાર્ડ” આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, ત્યારે તાપી જિલ્લામાં પ્રધાનમંત્રી કિસાન યોજના હેઠળ કુલ ૭૨૯૯૬ ખેડૂતો

નોંધાયેલા છે. જે પૈકી ૧૧૬૯૭ ખેડૂતોને “કિસાન ક્રેડિટ કાર્ડ”

આપવામાં આવ્યા છે. બાકી રહેલા ૬૧૨૯૯ ખેડૂતોને કાર્ડ આપવા માટે તા.

૨૩મી ફેબ્રુઆરી ૨૦૨૦ સુધી તમામ બેંકો દ્વારા કેમ્પ યોજી મિશન મોડ પર અભિયાન

ચલાવવામાં આવશે.

જિલ્લા કલેક્ટર

આર.જે.હાલાણીએ જણાવ્યું હતું કે, પીએમ કિસાનના લાભાર્થીઓને

કેસીસી હેઠળના કવરેજ માટે એક પાનાનું સરળ ફોર્મ વિકસાવવામાં આવ્યું છે. ખેડૂતોએ

ફોર્મની સાથે જમીનની સાત બારની નકલ તથા પાક વાવેતરનો દાખલો લઈને નજીકની બેંક

શાખાનો સંપર્ક કરી શકે છે. જેથી જિલ્લામાં વધુમાં વધુ ખેડૂતોએ બેંકોમાં જઈને લાભ

મેળવવાનો અનુરોધ પણ કરવામાં આવ્યો હતો. હવે કે.સી.સી.ના લાભનો વ્યાપ પશુપાલન અને

મત્સ્યદ્યોગ ખેડૂતો સુધી પણ વધારવામાં આવ્યો છે. જે ખેડૂતો કેસીસી ધારક છે અને

પશુપાલન સહિત મત્સ્યદ્યોગ પ્રવૃત્તિઓ કરે છે, તે

વધારાની મર્યાદાની મંજુરી માટે બેન્ક શાખામાં પહોચીને લાભ લઈ શકે છે. પ્રોસેસિંગ, દસ્તાવેજીકરણ, નિરક્ષણ અને ખાતાકીય ફોલિયોની

ચાર્જ તેમજ ત્રણ લાખ સુધીને કેસીસી લોન માટેના અન્ય સર્વિસ ચાર્જ સહિતના તમામ

ચાર્જ માફ કરાયા છે. આ કિસાન ક્રેડિટ યોજનાનો લાભ લેવા માટે માત્ર એક પાનાનું સરળ

નિયત નમૂનાનું અરજીપત્રક વેબસાઇટ www.agricoop.gov.in તેમજ www.pmkisan.gov.in પર

ઉપલબ્ધ છે અને ત્યાંથી ફોર્મ ડાઉનલોડ કરી શકાશે.

Next Story