Connect Gujarat
Featured

તાપી : રાહત બચાવ કામગીરી માટે “આપદા મિત્રો”ને લાઈફ જેકેટનું વિતરણ કરાયું

તાપી : રાહત બચાવ કામગીરી માટે “આપદા મિત્રો”ને લાઈફ જેકેટનું વિતરણ કરાયું
X

ગુજરાત સરકારના રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તા મંડળ દ્વારા “આપદા મિત્રો” પ્રોજેકટ અમલ હેઠળ છે. કોઈ પણ પ્રકારની આપત્તિ સામે ત્વરીત બચાવ અને રાહત કામગીરી માટે “આપદા રિસ્પોન્સ ફોર્સ”ના આ મિત્રો પ્રજાજનોના જાનમાલની બચાવ કામગીરી હાથ ધરી શકે તે માટે તેમને તાલીમબદ્ધ કરવામાં આવે છે. શોધ અને બચાવ સાથે પ્રાથમિક સારવાર અંગેની વિસ્તૃત તાલીમ પ્રાપ્ત “આપદા મિત્રો”ને તેમની કામગીરીમાં ઉપયોગી થઈ શકે તે માટે ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તા મંડળ દ્વારા ફાળવેલ “લાઇફ જેકેટ”નું તાપી જિલ્લા કલેક્ટર આર.જે.હાલાણીના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું.

તાપી જીલ્લામાં જુદા જુદા તાલુકાઓમાંથી કુલ 80 જેટલા ચુનંદા યુવકોની “આપદા મિત્રો” તરીકે પસંદગી કરવામાં આવી છે. જેમને રાજ્ય સરકારના સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ દ્વારા 14 દિવસની સઘન તાલીમ આપવામાં આવી છે. આ “આપદા મિત્રો” જીલ્લામાં વિવિધ આપદાઓ સમયે જિલ્લા વહીવટી તંત્રની સાથે રહી, તેમની ફરજ અદા કરશે. તાપી જિલ્લાના વ્યારા, વાલોડ, ડોલવણ તાલુકાનાં “આપદા મિત્રો”ને જિલ્લા કલેકટર આર.જે.હાલાણીના હસ્તે લાઈફ જેકેટના વિતરણ પ્રસંગે પોલીસ અધિક્ષક એન.એન.ચૌધરી, નિવાસી અધિક કલેક્ટર બી.બી.વહોનિયા, પ્રાંત અધિકારી હિતેશ જોશી, ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ સહિતના સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા, ત્યારે જિલ્લા કલેક્ટરે “આપદા મિત્રો”ને પ્રજાના જાનમાલની રક્ષા કરવાની તેમણે મળેલી જવાબદારી નિષ્ઠાપૂર્વક અદા કરવા અનુરોધ કર્યો હતો.

Next Story