Connect Gujarat
ગુજરાત

તાપી : પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જિલ્લા કલેક્ટરની અધ્ય્ક્ષતામાં બેઠક યોજાઇ

તાપી : પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જિલ્લા કલેક્ટરની અધ્ય્ક્ષતામાં બેઠક યોજાઇ
X

પ્રધાનમંત્રી કિસાન

સન્માન નિધિ યોજનામાં તાપી જિલ્લાના તમામ લાભાર્થીઓને કિસાન ક્રેડીટ કાર્ડ (KCC) હેઠળ આવરી લેવામાં આવશે. જિલ્લાના તમામ ખેડૂત ખાતેદારોને નજીકની બેંક શાખાનો સંપર્ક કરવા જિલ્લા

કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે યોજાયેલ બેઠકમાં જિલ્લા કલેક્ટર આર.જે.હાલાણી

દ્વારા જણાવાયું હતું.

જિલ્લાના તમામ

બેંકોના પદાધિકારી-અધિકારીઓ અને જિલ્લા ખેતીવાડી અધિકારી સતીષ ગામીતની ઉપસ્થિતિમાં

જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે, ભારત સરકાર

દ્વારા પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના હેઠળ આવરી લેવાયેલ તમામ લાભાર્થીઓને

કિસાન ક્રેડીટ કાર્ડ ઇસ્યુ થાય તે માટે તા. ૨૩ ફેબ્રુઆરી ૨૦૨૦ સુધી ઝુંબેશનું

આયોજન કરવામાં આવેલ છે. તાપી જિલ્લામાં હાલમાં કુલ ૭૨૯૯૬ ખેડૂત લાભાર્થીઓ પૈકી

૧૧૬૯૭એ પી.એમ. કિસાન યોજનાનો લાભ લીધેલ છે, આથી બાકી

રહેલ તમામ પી.એમ. કિસાનના ખેડૂત લાભાર્થીઓએ આવનારા સમયમાં આ ખાસ ઝુંબેશ દરમ્યાન

આપની નજીકની સર્વિસ એરિયાની બેંક શાખાનો સંપર્ક કરી કિસાન ક્રેડીટ કાર્ડ મેળવવા

જરૂરી સાધનિક કાગળો સાથે અરજી કરવી, તેમજ જે ખેડૂત

લાભાર્થીઓ હાલ કિસાન ક્રેડીટ કાર્ડ ધરાવે છે અને તેમની ક્રેડીટ લીમીટમાં વધારો

કરવા અથવા પોતાના ખેતી સાથે સંકળાયેલા વ્યવસાયો જેવા કે પશુપાલન, મત્સ્ય ઉદ્યોગનો સમાવેશ કરી ક્રેડીટ લીમીટમાં વધારો કરવા પણ આ ખાસ ઝુંબેશ

દરમ્યાન તેઓની બેંક શાખાનો સંપર્ક કરી શકે છે. પશુપાલકો અને મત્સ્ય ઉદ્યોગ કરનારા

તમામ લાભાર્થીઓને પણ કિસાન ક્રેડીટ કાર્ડ ઇસ્યુ કરવામાં આવશે. આ માટે ખેડૂત

લાભાર્થીઓએ અરજી પત્રક પી.એમ. કિસાનની વેબસાઈટ અથવા આઈ-ખેડૂતની વેબસાઈટ પરથી મેળવી

ફોર્મ ભરી નિયત સાધનિક કાગળો સહીત પોતાની સર્વિસ એરિયા બ્રાંચ ખાતે જમા કરવાના

રહેશે. કલેક્ટરે સબંધિત અધિકારીઓને બાકી લક્ષ્યાંક પુરો કરવાની તાકીદ કરી હતી.

બેઠકમાં પ્રાંત અધિકારી હિતેષ જોષી, પુરવઠા અધિકારી

નૈતિકા પટેલ, મામલતદાર, તાલુકા

વિકાસ અધિકારી, બેંક અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Next Story