Connect Gujarat
ગુજરાત

નવસારી : ચા અને કોફી બનશે કડવા, ચોકલેટ અને મિઠાઇઓ થશે મોંઘી, જાણો કારણ

નવસારી : ચા અને કોફી બનશે કડવા, ચોકલેટ અને મિઠાઇઓ થશે મોંઘી, જાણો કારણ
X

રાજયમાં કમોસમી વરસાદથી શેરડીના પાકને નુકશાન થતાં આગામી દિવસોમાં ચા અને કોફી કડવા બને અને મિઠાઇઓ તેમજ ચોકલેટ મોંઘી બને તો નવાઇ ન પામશો, કારણ કે ખાંડની જરૂરીયાત સામે આ વર્ષે ઉત્પાદન ઓછું થવાની સંભાવનાઓ વધી છે.

કાપડ ઉદ્યોગ બાદ દેશમાં સૌથી વધુ રોજગારી આપતા ખાંડ

ઉદ્યોગ પણ હવે મરણ પથારીએ આવી ગયો હોય તેમ લાગી રહયું છે. ચાલુ વર્ષે કમોસમી વરસાદ

ખેતીવાડી માટે નુકશાન કારક સાબિત થયો છે. કમોસમી વરસાદે શેરડીના પાકને મરોડી દેતાં

તેના સાથે સંકળાયેલા ખાંડ ઉદ્યોગને પણ ડચકા ખાતો કર્યો છે. ગત વર્ષના ઉત્પાદનમાં 20%નો ઘટાડો નોંધાતા ચાલુ

વર્ષે ખાંડ ઉદ્યોગ અને શેરડી પકવતા ખેડૂતોને મોટી નુકશાનીમાં મૂકી દીધો છે. આવનાર

દિવસોમાં ખાંડ ગ્રાહકોને કડવા સ્વાદનો અનુભવ કરાવશે અને જેનો સીધો બોજો ગ્રાહકોના

ખિસ્સા પર પડશે.

ચા કોંફીનો મીઠો સ્વાદ આપતી ખાંડ અને બાળકોની પહેલી પસંદ ગણાતી મીઠાઈ અને

ચોકલેટ હવેથી મોંઘી બને તેવા ભણકારાઓ સંભળાય રહ્યા છે. વિવિધ વિકાસ કામો માટે ખેડૂતોની જમીનો સંપાદિત

કરવામાં આવી રહી છે તો બીજી તરફ કુદરત પણ ખેડૂતોને ફટકો મારી રહયું છે. અઢી કરોડ

મેટ્રિક ટનના ઉત્પાદન સામે 6૦% ખાંડ તો ચોકલેટ, મેવા અને ઠંડા પીણામાં વપરાય જાય છે, ત્યારે ખાંડ ઉદ્યોગને ટકાવી રાખવો અઘરો બન્યો છે. આખા

દેશમાં ખાંડ ઉદ્યોગને જો બચાવવો હોય તો હેક્ટર દીઠ 70 ટન ઉત્પાદન સામે 200 ટન જેટલું ઉત્પાદન મેળવવાની દિશામાં ખેડૂતોએ પણ

પ્રયાસો કરવા જોઇએ.

Next Story