Connect Gujarat
બ્લોગ

કે મૈં હું હીરો તેરા...

કે મૈં હું હીરો તેરા...
X

હા, શિક્ષક યુવા પેઢીનો હીરો અને ફયુચર જનરેશનનો પ્રેરણા સ્તોત્ર છે.

મૈં કેટલાય ડૉક્ટર , વકીલ કે આઈ એ એસ ને ઘડિયા છે.

કારણ શિક્ષા એક એવો વ્યવસાય છે જે બીજા અનેક વ્યવસાય ને ક્રિએટ કરે છે . ૫ મી સપ્ટેમ્બર - શિક્ષક દિન. ગુરુ માંથી માસ્ટર, શિક્ષક અને ટીચર સમય સાથે નામ બદલાયા પણ તેમનો મહિમા અને કાર્ય એજ રહ્યા. આ દેશના ઘડતર માં અને દેશનું ગૌરવ વધારવામાં શિક્ષકોનો ખુબ મોટો ફાળો છે. સમાજની ધુરા શિક્ષકના હાથ માં છે.

ડૉ . સર્વપલ્લી રાધાક્રિશ્નન શિક્ષણ ક્ષેત્રે તેમના અભૂતપૂર્વ પ્રદાનના ગૌરવરૂપે તેમના જન્મદિન ૫ મી સપ્ટેમ્બરને ભારતવર્ષમાં શિક્ષકદિન તરીકે ઉજ્જવવામાં આવે છે.

ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાઇ |

બલિહારી ગુરુ આપકી ગોવિંદ દિયો બતાય |

અર્થાત ગુરુ જ છે જેમણે ગ્રંથો અને શાસ્ત્રોના માધ્યમથી આપણને ગોવિંદ ના દર્શન અને મહિમા સમજાવ્યા છે. ચાલો આજે શિક્ષક દિનની ઉજવણીના ભાગરૂપે મહાન ગુરુઓને વંદન કરીયે. ગીતાના રચયિતા ગુરુ સાંદિપની, ગુરુ દ્રોણ, ચાણક્ય, ગુરુ રામકૃષ્ણ પરમહંસ વગેરે. જેમણે નીતિ અનીતિ, બુદ્ધિ અને શક્તિ ના પાઠ શીખવ્યા અને દેશને મહાન યોદ્ધા તથા જીનિયસ આપ્યા.

આ હતી કાલની વાત આજે ગુરુકુળનું સ્થાન પાઠશાળાઓ એ લીધું છે જ્યાં વિદ્યાર્થીઓ માટે અભ્યાસના અને રહેવાના સ્થળ અલગ થયા. અંગ્રેજી મીડીયમની પ્રથા, એ.સી ક્લાસ, ગ્રીન બોર્ડ કે એલ. ઇ. ડી સ્ક્રીન પર સિલેબસ ચલાવતા શિક્ષકો છે. સમય પરિવર્તન માંગે છે અને એ સત્ય છે કે જો શિક્ષક બદલાય તો શિક્ષણ બદલાય અને તો જ સમાજ બદલાય. આ ડિજિટલ યુગ માં શિક્ષકે પોતે અપડૅટ થવું પડશે.

સમયની સાથે શિક્ષણ પોતાનું ફ્લેવર બદલી રહ્યું છે. બાળક માટે શિક્ષક એટલે સર્વસ્વ એમના શબ્દ એટલે બ્રહ્મશબ્દ તો પોતાના આ મૂલ્યો જળવાય રહે એ માટે શિક્ષકે સજ્જ રેહવું પડશે .

બાદશાહ બિરાજતો સિંહાસન પર હું શહેનશાહ બિરાજું બાળક ના હૃદયમાં હું ધ્રુતા રાવલ એક શિક્ષિકા એટલું જ કહીશ કે હું બાળકોએ વિચાર્યું ના હોઈ તેવી મેહનત એમની પાસે કરાવી એમને પરમવીર ચક્ર કરતા પણ વધુ ગૌરવ અપાવે તેવો ગ્રેડ આપવું છું.

જે માતા પિતા પોતાના બાળકોને ૧૦ મિનિટ શાંત ના બેસાડી શકે તેમને ૪૫ મિનિટ બેસાડીને તેમને આશ્ચર્યચકિત કરી દવ છું. તેમને પ્રશ્ન પૂછતાં કરી દવ છું તેમને માફી માંગતા માફ કરતા અને આદર કરતા શીખવી દવ છું.

અને ગર્વ થી કહું છું કે વિદ્યાર્થી આજે પણ શિક્ષકને સમર્પિત થવા તૈયાર છે જરૂર છે આદર્શવાદી, ધૈર્ય, અને શાંત ચિત્ત શિક્ષકની . તો આપણે સૌ શિક્ષક મળીને ચોક્કસ લાવી શકીશુ તારે જમીન પર .

Happy Teacher's day

Blog by : Dhruta Raval

Next Story