Connect Gujarat
Featured

ટીમ ઇન્ડિયાના ઓલરાઉન્ડર યુસુફ પઠાણે ક્રિકેટમાંથી લીધો સન્યાસ

ટીમ ઇન્ડિયાના ઓલરાઉન્ડર યુસુફ પઠાણે ક્રિકેટમાંથી લીધો સન્યાસ
X

ટીમ ઇન્ડિયાના ગુજરાતી યુસુફ પઠાણે ઓલરાઉન્ડર આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી લીધો સન્યાસ અને આ જાણકારી તેણે સોશ્યલ મિડીયા દ્વારા આપી છે. યુસુફ પઠાણે પોતાના કરિયરમાં 57 વન ડે અને 22 ટી-20 ઇન્ટરનેશનલ મેચ રમી છે. યુસુફ પઠાણે વર્ષ 2007માં ટી-20 વર્લ્ડકપમાં ફાઇનલમાં પાકિસ્તાન વિરુદ્ધ કરિયરની પ્રથમ મેચ રમી હતી અને ડેબ્યુ મેચમાં જ વિશ્વ ચેમ્પિયન બન્યો હતો.

યુસુફ પઠાણે રિટાયર્મેન્ટ પોસ્ટમાં લખ્યું કે, હું મારા પરિવાર, મિત્રો, પ્રશંસકો, ટીમ, કોચ દરેકનું સમર્થન અને પ્રેમ માટે દિલથી શુક્રિયા કહુ છુ.

https://twitter.com/iamyusufpathan/status/1365252075710410754

યુસુફ પઠાણે વર્ષ 2010માં મુંબઇ ઇન્ડિયન્સ વિરુદ્ધ આઇપીએલમાં 37 બોલમાં શતબ બનાવ્યુ હતુ. આઇપીએલના ઇતિહાસમાં યુસુફ સૌથી તેજ શતક બનાવનાર બીજા ખેલાડી છે. ક્રિસ ગેલના નામે પહેલુ શતક છે. તેણે 30 બોલમાં શતક જમાવ્યુ છે.

યુસુફ પઠાણ આઇપીએલમાં સૌથી તેજ શતક બનાવનાર ભારતીય ખેલાડી છે. આ મામલામાં બીજા નંબરે મયંક અગ્રવાલ છે. જેણે 2020માં રાજસ્થાન વિરુદ્ધ 45 બોલમાં શતક બનાવ્યુ હતુ.

Next Story