Connect Gujarat
ટેકનોલોજી

આજે એર ઇન્ડિયાની ફ્લાઇટ અમેરિકા નહીં જાય, 5G મોબાઈલ ટેક્નોલોજી બની કારણ

જો જરૂરી અપગ્રેડ કે એવિએશન ઈક્વિપમેન્ટમાં ફેરફાર કર્યા વિના 5G લાગુ કરવામાં આવે તો મોટી દુર્ઘટના થઈ શકે છે.

આજે એર ઇન્ડિયાની ફ્લાઇટ અમેરિકા નહીં જાય, 5G મોબાઈલ ટેક્નોલોજી બની કારણ
X

આજે એટલે કે બુધવારે એર ઈન્ડિયાની ફ્લાઈટ્સ અમેરિકા નહીં જાય. આવું એટલા માટે થઈ રહ્યું છે, કારણ કે અમેરિકામાં 5G મોબાઈલ ટેક્નોલોજીનો ઉપયોગ શરૂ થઈ રહ્યો છે. એર ઈન્ડિયાએ ટ્વીટ કર્યું છે કે એની દિલ્હી-ન્યૂયોર્ક, દિલ્હી-સેન ફ્રાન્સિસ્કો, દિલ્હી-શિકાગો, મુંબઈ-ન્યૂ જર્સીની ફ્લાઈટ્સ બુધવારે ઓપરેટ થશે નહીં. આ સિવાય એરલાઈને દિલ્હીથી વોશિંગ્ટનની ફ્લાઈટ રિશિડ્યૂલ કરવાનું પણ કહ્યું છે. એર ઈન્ડિયાએ ફ્લાઈટ્સ રદ કરવાનો નિર્ણય લીધો છે,

કારણ કે 5G નેટવર્ક વિમાનોની કોમ્યુનિકેશન સિસ્ટમમાં મોટી સમસ્યા ઊભી કરી શકે છે. અન્ય ઘણી એરલાઈન્સનું પણ કહેવું છે કે એરપોર્ટની આસપાસ 5G ટેક્નોલોજીને કારણે ખતરનાક સમસ્યાઓ થઈ શકે છે. આને ધ્યાનમાં રાખીને 5G ટેક્નોલોજીને રનવેથી બે માઈલના અંતરે રાખવી જોઈએ. કેટલીક એરલાઈન્સના CEOએ અમેરિકન ટ્રાન્સપોર્ટ સેક્રેટરીને પત્ર લખીને કહ્યું હતું કે જો જરૂરી અપગ્રેડ કે એવિએશન ઈક્વિપમેન્ટમાં ફેરફાર કર્યા વિના 5G લાગુ કરવામાં આવે તો મોટી દુર્ઘટના થઈ શકે છે. 5G ટેક્નોલોજીના કારણે પ્લેનની ઊંચાઈ માપવાની ક્ષમતા પ્રભાવિત થઈ શકે છે.

Next Story