Connect Gujarat
ટેકનોલોજી

ઈન્ટરનેટ વગર પણ થઈ શકશે ડિજીટલ પેમેન્ટ, RBIની મળી મંજૂરી

સમગ્ર દેશમાં ડીજીટલ પેમેન્ટને વેગ આપવા અને ખાસ કરીને જયાં હજુ ઈન્ટરનેટની પહોચ નથી ત્યાં લોકો ડેબીટ કાર્ડ, વોલેટ કાર્ડ કે તેવા માધ્યમથી પેમેન્ટ કરી શકે

ઈન્ટરનેટ વગર પણ થઈ શકશે ડિજીટલ પેમેન્ટ, RBIની મળી મંજૂરી
X

સમગ્ર દેશમાં ડીજીટલ પેમેન્ટને વેગ આપવા અને ખાસ કરીને જયાં હજુ ઈન્ટરનેટની પહોચ નથી ત્યાં લોકો ડેબીટ કાર્ડ, વોલેટ કાર્ડ કે તેવા માધ્યમથી પેમેન્ટ કરી શકે તે હેતુસર એક નવી સીસ્ટમને રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયાએ પ્રાથમીક મંજુરી આપી દીધી છે જો કે હાલ આ સીસ્ટમને ચકાસણીના તબકકામાં રાખી કોઈપણ વ્યક્તિ ઓફલાઈન સીસ્ટમથી એક વ્યવહારમાં વધુમાં વધુ રૂા.200નું પેમેન્ટ કરી શકે અને તેથી કુલ રૂા.2000 હશે તથા તે માટે એક પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. આ પેમેન્ટ ઓનલાઈન વ્યવસ્થાથી કરવાની નહી હોવાથી તેમાં ફ્રોડની શકયતા નહીવત છે તેથી આ પેમેન્ટ અંગેના એસએમએસ કે એલર્ટ વિલંબથી મળશે. આ વ્યવહાર માટે તમારે ઈન્ટરનેટ કનેકશનની જરૂર રહેશે નહી અને તમારા કાર્ડ કે મોબાઈલ વોલેટ મારફત તે પેમેન્ટ કરી શકશે. તમારે મોબાઈલમાં 99 ટાઈપ કરીને તેના પર કોલ કરવાનો રહેશે પછી તમોને એક વિકલ્પ તમારા મોબાઈલ સ્ક્રીન પર મળશે જયાં જેમાં સેન્ડ મની પર કલીક કરીને ફરી તે 99 ડાયલ કરવાનો રહેશે. પછી તમોને પૈસા કોને કઈ રીતે મોકલવાના છે તમારે જે તે વ્યક્તિના ફોન નંબર અને વ્યક્તિનું નામ આપવાનું રહે તે પછી જે રકમ મોકલવાના છે તે દર્શાવવી પડશે.

તમોને બાદમાં એક યુપીઆઈ પીન પણ જે તમોને અગાઉથી મળ્યો હશે તે આપવાનો રહેશે અને તેના પર 'ટેપ' કરવાથી તમારી રકમ જે તે વ્યક્તિને મળી જશે. જો કે તેમાં અંતે ફરી એક વખત તમારે રકમ મોકલવા માટે યસ કરવાનું રહે છે. રીઝર્વ બેન્ક ટુંક સમયમાં જ આ નવી સીસ્ટમ લાગું કરશે. જયાં નેટ ઉપલબ્ધ નથી તે ક્ષેત્રના લોકોને ફાયદો મળી રહે તે માટે રીઝર્વ બેન્કે હવે સીસ્ટમને મંજુરી આપી છે જો કે હાલ મર્યાદીત રકમની જ લેણદેણ શકય છે .

Next Story