Connect Gujarat
ટેકનોલોજી

ગૂગલની નવી પોલિસી લાગુ, ફેક કન્ટેન્ટ પ્રમોટ કરનારી એપ્સ પર લગાવશે પ્રતિબંધ

ગૂગલની નવી પોલિસી લાગુ, ફેક કન્ટેન્ટ પ્રમોટ કરનારી એપ્સ પર લગાવશે પ્રતિબંધ
X

ગૂગલ એ અમેરિકાની એક બહુરાષ્ટ્રીય કંપની છે. જે મુખ્યત્વે ઇન્ટરનેટ સર્ચ, ઈમેલ, ઓનલાઈન જાહેરાત જેવી સેવાઓ આપે છે. કંપનીની સ્થાપના સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના પીએચડીના વિદ્યાર્થી લેરી પેજ અને સર્જી બ્રિન દ્વારા કરવામાં આવી હતી. કંપનીનું વડું મથક અમેરિકાના કેલીફોર્નીયામાં માઉન્ટેનવ્યૂ ખાતે આવેલું છે. ગૂગલ દુનિયાભરમા ફેલાયેલ ડેટા સેન્ટરમામાં ૧૦ લાખથી વધુ સર્વર દ્વારા ચલાવવામાં આવે છે. જેની આવક યુ.એસ. ડોલર બિલિયનમાં થાય છે.

જોકે, ગૂગલ એપ સ્ટોરનો ઇજારો સમાપ્ત કરવા પહેલીવાર બિલ પસાર કરી કાયદો ઘડવામાં આવ્યો છે. જેમાં હવે બીજા ઓપરેટરની એપ ગેરકાયદેસર રીતે હટાવી નહીં શકાય. અમેરિકન કંપની ગૂગલે જણાવ્યુ હતું કે, 'અમારા બધા એપ અમારી બિલિંગ સિસ્ટમનો ઉપયોગ કરશે અને તમામ ઈન-એપની ખરીદી પર 30% કમિશન ચાર્જ કરાશે.' જોકે, દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મૂન જે-ઈનના હસ્તાક્ષર પછી આ બિલ કાયદો બની જશે. આ કાયદાથી મોટા એપ ઓપરેટરો પર બદલાની ભાવનાથી અયોગ્ય રીતે બીજા એપને મંજૂરી આપવામાં મોડું કરવું અને તેમને પોતાના પ્લેટફોર્મ પરથી હટાવી દેવા પર પ્રતિબંધ મૂકાઈ જશે. આ કાયદાનું પાલન નહીં કરનારી કંપની પર દક્ષિણ કોરિયાની મીડિયા નિયામક સંસ્થા દ્વારા જે તે કંપનીએ દક્ષિણ કોરિયામાં કરેલી કમાણીમાંથી 3% જેટલો દંડ પણ ફટકારી શકાશે. એવું મનાય છે કે, દક્ષિણ કોરિયાના આ કાયદાનો સંદર્ભ યુરોપિયન યુનિયન અને અમેરિકામાં પણ લેવાઈ શકે છે. અહીં પણ ઘણાં સમયથી ગૂગલ જેવી ગ્લોબલ ટેક કંપનીઓના એકાધિકાર પર લગામ રાખવાની તૈયારી ચાલી રહી છે.

Next Story