Connect Gujarat
ટેકનોલોજી

iPhone 14 સીરીઝ 7 સપ્ટેમ્બરે થઈ શકે છે લોન્ચ, નવી Apple Watch પણ લોન્ચ થશે

Appleની iPhone 14 સીરીઝનો લોન્ચ રિપોર્ટ સામે આવ્યો છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે iPhone 14 સિરીઝનું લોન્ચિંગ 7 સપ્ટેમ્બરના રોજ થશે.

iPhone 14 સીરીઝ 7 સપ્ટેમ્બરે થઈ શકે છે લોન્ચ, નવી Apple Watch પણ લોન્ચ થશે
X

Appleની iPhone 14 સીરીઝનો લોન્ચ રિપોર્ટ સામે આવ્યો છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે iPhone 14 સિરીઝનું લોન્ચિંગ 7 સપ્ટેમ્બરના રોજ થશે. જોકે Appleએ હજુ સુધી સત્તાવાર રીતે કંઈ કહ્યું નથી. રિપોર્ટ અનુસાર, iPhone 14 સિરીઝની સાથે 7 સપ્ટેમ્બરના રોજ થનારી ઈવેન્ટમાં નવા Macs, નવા iPads અને Apple Watchના ત્રણ મોડલ લોન્ચ થઈ શકે છે. Apple અન્ય કંપનીઓની તુલનામાં સ્માર્ટફોન માર્કેટમાં સારો દેખાવ કરી રહી છે. Apple પાછલા ક્વાર્ટરમાં અન્ય બ્રાન્ડ્સને પાછળ છોડી દીધી છે.

એક નવા રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે Apple iPhone 14 સિરીઝના Pro મોડલની કિંમત પહેલા કરતા વધારે હશે. એક રિપોર્ટ અનુસાર iPhone 14 Pro અને iPhone 14 Pro Maxની કિંમતમાં iPhone 13 સિરીઝના Pro મોડલની સરખામણીમાં $100 એટલે કે લગભગ રૂ. 8,000નો વધારો જોવા મળી શકે છે. રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે iPhone 14 Pro અને iPhone 14 Pro Maxનું વેચાણ રેગ્યુલર મોડલ કરતા વધારે હશે. iPhone 13 Pro અને iPhone 13 Pro Max ગયા વર્ષે ભારતીય બજારમાં અનુક્રમે રૂ. 1,19,900 અને રૂ. 1,29,900ની પ્રારંભિક કિંમતે લોન્ચ કરવામાં આવ્યા હતા.

એવું કહેવામાં આવી રહ્યું છે કે iPhone 14 Pro મોડલ સાથે 6 GB સુધીની LPDDR5 રેમ ઉપલબ્ધ થઈ શકે છે. iPhone 14 Max સાથે 6 GB LPDDR4X રેમ અપેક્ષિત છે. આ વર્ષે Appleની ઇવેન્ટ પણ ઓનલાઈન થવાની આશા છે. એપલે ઈવેન્ટ વિશે માહિતી આપી નથી પરંતુ સામાન્ય રીતે એપલના આઈફોન લોન્ચિંગની ઈવેન્ટ સપ્ટેમ્બરમાં જ થાય છે. આ વર્ષે જૂનમાં Appleએ iOS 16, iPadOS 16, watchOS 9 અને macOS Venturaની જાહેરાત કરી હતી.

Next Story