Connect Gujarat
ટેકનોલોજી

તમારી પાસે મારૂતિ સીઝુકીની આ કાર તો નથી ને ! કંપનીએ 1.81 લાખ કાર પાછી મંગાવી, જાણો કારણ

તમારી પાસે મારૂતિ સીઝુકીની આ કાર તો નથી ને ! કંપનીએ 1.81 લાખ કાર પાછી મંગાવી, જાણો કારણ
X

મારૂતિ સુઝુકીના ગ્રાહકો માટે મોટા સમાચાર સામે આવ્યાં છે. કંપનીએ પોતાના અલગ-અલગ મોડલ્સની કુલ 1.81 લાખ યુનિટ્સને ફરીથી રિકોલ કર્યા છે. આ ગાડીઓમાં સેફ્ટી-સંબંધિત ભૂલો મળવાની આશંકા છે. જેની કંપની તપાસ કરશે. કંપની જાતે એવા ગ્રાહકોનો સંપર્ક કરીને મારૂતિ સુઝુકીના વર્કશોપ પર બોલાવશે, જેની પાસે પ્રભાવિત મોડલ છે. આ કારના મોડલને 2018થી 2020ની વચ્ચે બનાવવામાં આવ્યું હતુ.

એક પ્રેસ નોટમાં મારૂતિ સુઝુકીએ જણાવ્યું કે, જે કારને પાછી લાવવામાં આવી છે. તેમાં પેટ્રોલ એન્જીનવાળી Ciaz, S-Cross, Vitara Brezza, Ertiga અને XL6 સામેલ છે. આ કારના યુનિટમાં ખામી જોવા મળી છે, જેને 4 મે 2018થી 27 ઓક્ટોબર 2020ની વચ્ચે બનાવવામાં આવી છે. મારૂતિ સુઝુકીને આશંકા છે કે આ સમયગાળામાં બનેલી 1,81,754 કારમાં ઉત્પાદન ડિફેક્ટ થઈ શકે છે. કંપની આ ગાડીઓની મોટર જનરેટર યુનિટની તપાસ કરશે અને તેમાં ખામી બહાર આવતા મફતમાં બદલી આપશે.

તમે જાતે જાણી શકશો કે તમારી કારને પાછી લેવામાં આવી છે કે નહીં. જેના માટે પોતાના મોડલ મુજબ મારૂતિ સુઝુકી અથવા નેક્સાની વેબસાઈટ પર લોગઈન કરો. અહીં તમારે તમારી ગાડીનો વ્હીકલ ચેસીસ નંબર મુકવાનો. જેના પરથી જાણી શકાશે કે તમારી કારની તપાસ થઈ છે કે નહીં. પ્રભાવિત મોડલના ખરાબ થયેલા પાર્ટને બદલવાની પ્રક્રિયા નવેમ્બરના પ્રથમ અઠવાડિયાથી શરૂ થશે. ત્યાં સુધી મારૂતિ સુઝુકીએ ઉપર જણાવવામાં આવેલા માલિકોને સલાહ આપી છે કે પોતાની કાર પાણી ભરેલા વિસ્તારોમાં ના ચલાવે. આ ઉપરાંત ઈલેક્ટ્રીકલ અને ઈલેક્ટ્રોનિક પાર્ટસ પર સીધા પાણીના છંટકાવથી કારને બચાવવી જોઈએ.

Next Story