Connect Gujarat
ટેકનોલોજી

MG એ શાનદાર અને સુપર સ્ટાઈલિશ SUV કરી લોન્ચ; Creta, Seltos ને આપશે ટક્કર

MG એ શાનદાર અને સુપર સ્ટાઈલિશ SUV કરી લોન્ચ; Creta, Seltos ને આપશે ટક્કર
X

MG Motor એ 5 સીટર MG ONE SUV કાર લોન્ચ કરી છે. કંપનીએ આ કારના જબરદસ્ત ફીચર જાહેર કર્યા છે. આ કારમાં લેટેસ્ટ અને એકદમ સ્ટાઈલિશ ડિઝાઈન અને ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. રંગથી લઈ તેના ડેશિંગ લુક્સથી તમે કારના દિવાના થઈ જશો. તો આવો જાણીએ આ શાનદાર કાર વિશે તમામ માહિતી.

MG ONE SUVની તસ્વીરો ચીનમાં પહેલા જ લીક થઈ ગઈ હતી. નવી SUVમાં બ્રાંડના નવા સિગ્મા આર્કિટેક્ચર પર આધારિત છે. જે એક ઓલ-ઈન-વન મોડ્યુલર પ્લેટફોર્મ છે. આ એક ઈલેક્ટ્રીક આર્કિટેક્ચરને પણ સપોર્ટ કરે છે. જેના પર MG ખાસ કરીને ધ્યાન કેન્દ્રીત કરે છે. આ પ્લેટફોર્મ એડવાંસ્ડ ટેક્નોલોજી જેવા પાવરફુલ ચિપ ટેક, એક્ટિવ ડિજિટલ ઈકો સિસ્ટમ, એડવાંસ્ડ ઈલેક્ટ્રીક આર્કિટેક્ચર અને હાર્ડ કોર સોફ્ટવેર ટેક્નોલોજીને શ્રેષ્ઠ રીતે સપોર્ટ કરે છે.

કારના લુક્સને જોતા એવું લાગે છે કે ફાઈનલ પ્રોડક્શનના સ્પેસિફિકેશન MG ONEની એક્સટીરિયર ડિઝાઈન ઘણી અલગ હશે. આ કારમાં એક્સટીરિયર હાઈલાઈટ્સમાં આકર્ષક કલર ઓપશન અને 3-ડાયમેંશનલ ઈફેક્ટ સાથે વાઈડ, સ્પોર્ટી દેખાતી ફ્રંટ મેઈન ગ્રિલ સામેલ છે. જ્યાં સુધી કારની સાઈઝનો સવાલ છે, MG ONEની સાઈઝ ભારતમાં આવનારી ASTORની સાઈઝની હશે.

મીડિયા રિપોર્ટ મુજબ આ SUVમાં 1.5 લીટર 4 સિલિન્ડર ટર્બો પેટ્રોલ એન્જીન મળશે. આ એન્જીન 178BHPનો પાવર અને 250NM ટોર્ક જનરેટ કરે છે. આ એન્જીન સાથે ટ્રાન્સમિશન વિકલ્પોમાં 6-સ્પીડ MT અને ડ્યુઅલ ક્લચ ઓટોમેટિક ગીયરબોક્સ મળે છે. MG ONEની લંબાઈ 4,579 mm, પહોળાઈ 1866 mm અને ઉંચાઈ 1609 mm છે. સાથે જ 2670 mmનો વ્હીલબેઝ મળે છે.

MG પોતાની 5 સીટર SUVમાં અનેક ફીચર્સ આપી રહી છે. આ કારમાં ટચસ્ક્રિન ઈન્ફોટેઈન્મેન્ટ સિસ્ટમ, પાવર્ડ સીટ્સ, વાયરલેસ ચાર્જિંગ, પેનોરોમિક સનરૂફ જેવા ફીચર્સ મળશે. આ કારનો મુકાબલો Hyundai Creta, Kia Seltos, Jeep Compass જેવી કોમ્પેક્ટ SUV સાથે થશે.

Next Story