Connect Gujarat
ટેકનોલોજી

હવે ઘરે બેઠા જ મળી જશે મોબાઈલનો સિમકાર્ડ, વાંચો શું કરવું પડશે

હવે ઘરે બેઠા જ મળી જશે મોબાઈલનો સિમકાર્ડ, વાંચો શું કરવું પડશે
X

ટેલીકોમ ક્ષેત્રમાં મોબાઈલ કંપનીઓને રાહત આપવાના એલાન બાદ હવે મોદી સરકારે યુઝર્સ માટે પણ ઘણી સુવિધાઓનું એલાન કરી દીધુ છે.

સંચાર મંત્રાલયે આદેશ જાહેર કરીને નવું મોબાઈલ સિમ લેવા અને પ્રીપેડથી પોસ્ટપેડ અને પોસ્ટપેડથી પ્રીપેડમાં ફેરફાર માટે નિયમોને ખૂબ જ સરળ બનાવવાનું એલાન કર્યું છે. સંચાર મંત્રાલયે જાહેર કરેલા આદેશ અનુસાર જો તમે ઘરે બેઠા નવું મોબાઈલ સિમ લેવા માંગો છો તો હવે તે સંભવ થઈ શકે છે.

તેના માટે તમારે ફક્ત તે કંપનીની એપ અથવા વેબસાઈટ પર અરજી ફોર્મ ભરવાનું રહેશે જે કંપનીનું સિમકાર્ડ લેવાનું છે. ફોર્મ ભરતી વખતે અરજી કરનારને એક વૈકલ્પિક નંબર ભરવાનો રહેશે જેના પર ઓટીપી મોકલીને અરજી કરનારનું વેરિફિકેશન કરવામાં આવશે.

શરતો એ પણ રાખવામાં આવી છે કે અરજી કરનાર વિશેની દરેક જાણકારી મોબાઈલ કમ્પની ફક્ત ડિજિલોકર અથવા આધારના દ્વારા પ્રાપ્ત જાણકારીથી જ વેરિફિકેશન કરી શકશે. કંપની દ્વારા આધાર દ્વારા જાણકારી લેવાની સ્થિતિમાં અરજી કરનારની સહમતિ લેવી જરૂરી હશે.

અરજી કરનારને તમારા ફોર્મ પર તમારી પાડીલે તસ્વીર અને એક વીડિયો પણ અપલોડ કરવાનો રહેશે. સંપૂર્ણ પ્રક્રિયા પૂરી થાયા બાદ ઉપભોક્તાઓને આપવામાં આવેલા એડ્રેસ પર એક નિષ્ક્રિપ સિમ પહોંચાડવામાં આવશે અને અમુક નક્કી પ્રક્રિયાઓને પૂરી કર્યા બાદ સિમ કાર્ડ સક્રિય કરવામાં આવશે.

Next Story