Connect Gujarat
ટેકનોલોજી

વ્હોટ્સએપ યુઝર્સ માટે આવ્યું નવું ફીચર, હવે તમે જાતે જ બનાવી શકશો મનગમતાં સ્ટિકર્સ…

આજના આધુનિક યુગમાં સોશિયલ મીડિયાએ દરેક ક્ષેત્રમાં આગેકૂચ કરી છે, ત્યારે હવે વ્હોટ્સએપ યુઝર્સ માટે કઈક નવું જ ફીચર આવ્યું છે.

વ્હોટ્સએપ યુઝર્સ માટે આવ્યું નવું ફીચર, હવે તમે જાતે જ બનાવી શકશો મનગમતાં સ્ટિકર્સ…
X

આજના આધુનિક યુગમાં સોશિયલ મીડિયાએ દરેક ક્ષેત્રમાં આગેકૂચ કરી છે, ત્યારે હવે વ્હોટ્સએપ યુઝર્સ માટે કઈક નવું જ ફીચર આવ્યું છે.જેમાં હવે યુઝર્સ પોતે જ પોતાને મનગમતાં સ્ટિકર્સ બનાવી શકશે.

વ્હોટ્સવેબ માટે કંપનીએ એક નવું ફીચર રિલીઝ કર્યું છે, જેના દ્વારા યુઝર પોતાનું તૈયાર કરેલું સ્ટિકર કોઈને પણ મોકલી શકશે. આ ટૂલમાં ફોટો ક્રોપ કરવાની સાથે જ એડિટ કરવા માટેના પણ ઘણાં ઓપ્શન મળશે. જેમાં સૌથી પહેલા તમારા કોમ્પ્યુટર કે લેપટોપમાં વેબ વ્હોટ્સએપ પર લોગ-ઇન કરવું. ત્યારબાદ જે કોન્ટેક્ટ અને ગ્રુપને સ્ટિકર મોકલવા માગો છો એને ઓપન કરવું. જોકે, હવે સ્માઇલીવાળા આઇકન પર ક્લિક કરીને સ્ટિકરવાળા ટૂલ પર જવાનું રહેશે. અને જેવું જ સ્ટિકર ટૂલ પર ક્લિક કરશો કે, તરત જ આપને ક્લિક કરવાનું ઓપ્શન મળશે. ત્યારબાદ ક્રિએટ પર ક્લિક કરીને ગમે તે એક ફોટો સિલેક્ટ કર્યા બાદ ઉપરની તરફ તેને એડિટ કરવાના ઘણા બધા ઓપ્શન મળી જશે. એ સ્ટિકર પર નવું સ્ટિકર સ્માઇલી અને ટેક્સ્ટ, પેઇન્ટ ક્રોપ સહિતના વિવિધ કામ કરી શકશો. આપનું સ્ટિકર જ્યારે તૈયાર થઈ જાય, ત્યારે સેન્ડ પર ક્લિક કરી દેવું. આ સ્ટિકરની ખાસિયત એ છે કે, સામેવાળા વ્યક્તિએ તે ડાઉનલોડ કરવાની જરૂર રહેતી નથી. વ્હોટ્સએપના આ નવા ટૂલનો સૌથી મોટો ફાયદો એ હશે કે, હવે યુઝર્સને કોઈ થર્ડ પાર્ટી એપની જરૂર પડશે નહીં. જેથી હવે યુઝર્સ પોતે જ પોતાને મનગમતાં સ્ટિકર્સ સહેલાઇથી બનાવી શકશે...

Next Story
Share it