Connect Gujarat
ટેકનોલોજી

આઈપેડ મિનીના નવા વેરિયન્ટમાં મળશે 120Hz ડિસ્પ્લે, એપલનું ચાલી રહ્યું છે ટેસ્ટિંગ

હાલ એપલ પોતાના આવનારા આઈપેડ મિની માટે 120 Hz પ્રોમોશન ડિસ્પ્લેનું ટેસ્ટિંગ કરી રહ્યું છે.

આઈપેડ મિનીના નવા વેરિયન્ટમાં મળશે 120Hz ડિસ્પ્લે, એપલનું ચાલી રહ્યું છે ટેસ્ટિંગ
X

અમેરિકાની દિગ્ગજ ટેક કંપની એપલ કથિત રીતે આઈપેડ મિનીના નવા વેરિયન્ટ પર કામ કરી રહી છે. આ નવા વેરિયન્ટમાં હાલની 60 હર્ટ્ઝની સ્ક્રીનના બદલે 120 હર્ટ્ઝ પ્રોમોશન ડિસ્પ્લે હશે. એપલે સપ્ટેમ્બર માસમાં A15 બાયોનિક ચીપ સાથે આઈપેડ અને આઈપેડ મિની લોન્ચ કર્યા હતા. એપલ દ્વારા આઈપેડ મિનીમાં વાઈડ કલર અને ટ્રુ ટોન ફીચર સાથે 8.3 ઈંચ લિક્વિડ રેટિના ડિસ્પ્લે આપવામાં આવી છે. આઈપેડ મિનીમાં USB-Cની મદદથી ઝડપી ડેટા ટ્રાન્સફર કરી શકાય છે સાથે જ 20W USB-C પાવર એડેપ્ટરની મદદથી ફાસ્ટ ચાર્જિંગ પણ કરી શકાય છે.

કોરિયન ફોરમ જીએસએમની એક રિપોર્ટ અનુસાર હાલ એપલ પોતાના આવનારા આઈપેડ મિની માટે 120 Hz પ્રોમોશન ડિસ્પ્લેનું ટેસ્ટિંગ કરી રહ્યું છે. 8.3 પેનલ સેમસંગ ડિસ્પ્લે દ્વારા મેન્યુફેક્ચર કરવામાં આવશે અને આ પેનલ એપલના આગામી મિની ટેબલેટ સાથે ડેબ્યૂ કરશે.

સિક્સ્થ જનરેશન આઈપેડ મિનીમાં કેટલાક યૂઝર્સ દ્વારા જેલી સ્ક્રોલિંગની સમસ્યા અંગેની ફરિયાદ પણ કરવામાં આવી હતી. જેલી સ્ક્રોલિંગમાં ડિસ્પ્લેનો એક ભાગ અન્યની સરખામણીમાં ધીમો ચાલે છે. આમાં સ્ક્રીનનો જમણો ભાગ પોટ્રેટ મોડમાં ડાબા ભાગની સરખામણીએ ઝડપથી કામ કરે છે. જોકે, એપલે આ અંગે કહ્યું છે કે આ એક સામાન્ય બાબત છે. પરંતુ ઘણા બધા યૂઝર્સ આ બાબત સાથે અસહમત હતા. પ્રોમોશન ડિસ્પ્લે આ સમસ્યાને હલ કરી શકે છે.

આગામી સિક્સ્થ જનરેશન આઈપેડમાં મોટાભાગના હાર્ડવેર પાર્ટ્સ હાલના A15 બાયોનિક ચીપસેટ વેરિયન્ટ જેવા જ રહેશે. તેમાં કોઈ પરિવર્તન કરવામાં આવશે નહીં. સાથે જ તેમાં 4GB રેમ અને 128GB સ્ટોરેજ આપવામાં આવશે. નવા ડિવાઈસની કિંમત હાલના ડિવાઈસની સરખામણીએ વધુ હોઈ શકે છે. એપલ આઈપેડ મિનીમાં 12 મેગાપિક્સલ મેઈન કેમેરો અને 12 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરો હશે.

Next Story