Connect Gujarat
ટેકનોલોજી

કોઈ ગમે એટલા પ્રયત્નો કરી લે છતા નહી શોધી શકે ફોનમાં છુપાવેલા ફોટો; જાણો આ ખાસ ટેકનિક

કોઈ ગમે એટલા પ્રયત્નો કરી લે છતા નહી શોધી શકે ફોનમાં છુપાવેલા ફોટો; જાણો આ ખાસ ટેકનિક
X

ફોનની ગેલેરી જરૂરી અને મહત્વપુર્ણ જગ્યા છે. તમામ ફોટો-વીડિયો, પર્સનલ લાઈફને લગતા ફોટોગ્રાફ્સ વગેરેથી ગેલેરી ખીચોખીચ ભરેલી હોય છે. આપણા સ્માર્ટફોનમાં કેટલીક એવી તસ્વીરો પણ હોય છે, જેને આપણે માત્ર આપણા સુધી જ સિમીત રાખવા ઈચ્છતા હોઈએ છીએ. કોઈ અન્ય વ્યક્તિએ ફોટોને જુએ તેવું આપણે ઈચ્છતા નથી. કોઈ બીજાનો ફોન મળે તો તે ફોનમાં સૌથી પહેલા ગેલેરી જ ઓપન કરવાની આદત ઘણા લોકોને હોય છે. ઘણી બધી વખત કામ અથવા કોઈ અન્ય કારણથી આપણી વ્યસ્તતાનો લાભ આવા લોકો લઈ લેતા હોય છે અને ચોરી છુપીથી આપણા ફોન ગેલેરીના મીડિયા આઈટમ્સ જોઈ લેતા હોય છે. એવામાં આપણા પર્સનલ ફોટોઝ પર્સનલ નથી રહેતા અને તે વ્યક્તિને પણ આપણે કશું કરી કે કહી શકતા પણ નથી. આવી સ્થિતિ તમારી સાથે ન બને અને કદાચ જો કોઈ આવી વ્યક્તિના હાથમાં તમારો ફોન આવી પણ જાય તો તે તમારા પર્સનલ ફોટોઝ અને વીડિયો ન જોઈ શકે તેવી એક તરકીબ આજે અમે આપને જણાવીશુ. આ રીતથી તમે ફોટો અને વીડિયો ફોનમાં જ રાખી શકશો પણ કોઈ અન્ય વ્યક્તિને તે દેખાશે નહી.

અહીં એન્ડ્રોઈડ અને આઈઓએસ યૂઝર માટે તરકીબ આપવામાં આવી છે. પહેલા આઈફોન યૂઝર્સ માટેની તરકીબ જોઈશું. ગેલેરીમાંથી તમારા મીડિયા આઈટમ્સને હાઈડ કરવા માટે તમારે કેટલાક સ્ટેપ્સ ફોલો કરવાના રહેશે.

IOS યૂઝર્સ: સૌ પ્રથમ તો તમારા આઈફોનનો ફોટો આલ્બમ ઓપન કરો. ત્યાર બાદ જે ફોટોને હાઈડ કરવો છે તે ફોટો સિલેક્ટ કરો. ફોટો સિલેક્ટ કર્યા પછી તેના ઓપ્શન્સમાં પાંચમું ઓપ્શન 'હાઈડ' સિલેક્ટ કરો. આ ઓપ્શન પર ક્લિક કર્યા પછી તરત જ ફોટો ગેલેરીમાંથી ગાયબ થઈ એક હિડન આલ્બમમાં જશે. આ હિડન આલ્બમમાંથી તમે ગમે ત્યારે ફોટો જોઈ શકો છો. આલ્બમમાં યુટીલીટીઝ અંતર્ગત હિડન ફોલ્ડર આવેલું હોય છે. જેમાંથી તમે હાઈડ કરેલા ફોટોઝ એક્સેસ કરી શકો છો. જો તમે ઈચ્છો તો સેટિંગ્સની મદદથી તમે આખું હિડન ફોલ્ડર પણ હાઈડ કરી શકો છો. ફોલ્ડર હાઈડ કરવા માટે સેટિંગ્સનું ઓપ્શન સિલેક્ટ કરો અને તેમા ફોટો પર સિલેક્ટ કરો. આવું કરતા તમને હિડન આલ્બમનું ઓપ્શન જોવા મળશે, જેને તમારે ડિસેબલ કરવાનું રહેશે. આ પ્રોસેસ પુરી કરતા આખો આલ્બમ ગાયબ થઈ જશે. ભવિષ્યમાં જ્યારે પણ તમારે આ આલ્બમ વિઝિબલ કરવું હોય તો હિડન આલ્બમના વિકલ્પને ઈનેબલ કરી દો.

IOS યૂઝર્સની જેમ એન્ડ્રોઈડ યૂઝર્સ પણ પોતાની ગેલેરી આઈટમ્સને લઈને આવી જ મુશ્કેલીનો સામનો કરતા હોય છે, ત્યારે એન્ડ્રોઈડ યૂઝર્સ પણ પોતાની ગેલેરીમાંથી ફોટો અને વીડિયો હાઈડ કરી શકે છે.

એન્ડ્રોઈડ યૂઝર્સ: તમારા સ્માર્ટફોન પર ગૂગલ ફોટો એપ્લિકેશન ખોલો. તમે હાઇડ કરવા માંગતા હો તે ફોટો સિલેક્ટ કરો. ઉપર જમણી બાજુએ ત્રણ ડોટ પર ટેપ કરો. ડ્રોપ ડાઉન મેનૂમાં Move to Archive વિકલ્પ પર ટેપ કરો. આ કરવાથી, તમારા ફોટા અને વીડિયો Archive નામના અલગ ફોલ્ડરમાં સાચવવામાં આવશે. તમે આ ફોટાને કોઈપણ સમયે ગૂગલ ફોટો મેનુ પર જઈને એક્સેસ કરી શકો છો. જો કે, તમે આ ફોલ્ડરની સામગ્રીને અન્ય કોઈપણ ફીડમાં જોઈ શકશો નહીં.

આ સિવાય પણ Google પોતાના યૂઝર્સને ગૂગલ ફોટોઝમાં લૉક્ડ ફૉલ્ડર ફિચરની સુવિધા આપે છે. જેની મદદથી યૂઝર્સ પોતાના પર્સનલ ફોટોઝને પાસવર્ડ કે પછી ફિંગરપ્રિન્ટ લૉક સેન્સર દ્વારા સેફ ફૉલ્ડરમાં હાઇડ કરી શકશે. આ લૉક ફૉલ્ડરમાં રાખવામાં આવેલા ફોટો કે વીડિયો ફોટો ગ્રીડ, સર્ચ, આલ્બમ અને મેમરીમાં જોવા નહીં મળે.આ ફૉલ્ડરના ફોટોઝ થર્ડ પાર્ટી એપ્સમાં પણ દેખાશે નહીં. આ હાઇડ ફોટોઝનુ ક્લાઉડ પર બેકઅપ નહીં લઇ શકાય. જો કોઇ ફોટો કે પછી વીડિયોનો બેકઅપ યૂઝર્સે પહેલા જ લઇ લીધો છે, તો ગૂગલ તેને તેને ક્લાઉડમાંથી હટાવી દેશે અને આ ફોટોઝ ફક્ત ફૉલ્ડરમાં જ રહેશે. યૂઝર્સ પોતાના પર્સનલ ફોટોઝને પાસવર્ડ કે પછી ફિંગરપ્રિન્ટ લૉક સેન્સર દ્વારા સેફ ફૉલ્ડરમાં હાઇડ કરી શકશે.

ગૂગલ ફોટોઝના આ ફિચરને યૂઝ કરવા માટે લાયબ્રેરીમાં જઇને યુટિલિટીઝમાં જવુ પડશે. આ બાદ લૉક્ડ ફૉલ્ડરમાં જઇને આ ખાસ લૉક્ડ ફૉલ્ડનો યૂઝ કરી શકો છો. આ ફૉલ્ડરને એકવાર યૂઝ કર્યા બાદ તે પોતાના ફોટોઝ પોતાની લાયબ્રેરીમાંથી એડ કરી શકો છો.

ગૂગલ ફોટોઝના આ ખાસ ફિચરની સુવિધા અત્યાર ફક્ત Google Pixel 3 સીરીઝ, Pixel 4 સીરીઝ અને Pixel 5 સ્માર્ટફોન્સ સામેલ છે. જોકે, અન્ય એન્ડ્રોઇડ ફોન્સ માટે લૉક્ડ ફૉલ્ડર ફિચરને રૉલઆઉટ કરવાનો દાવો કંપની તરફથી કરવામાં આવ્યો છે.

Next Story