Connect Gujarat
ટેકનોલોજી

હવે ફક્ત 1 જ નંબરથી બનાવી શકાશે આખા પરિવારનું આધાર, જાણો શું છે PVC આધાર કાર્ડ

આધાર કાર્ડ એક એવું ડોક્યુમેન્ટ બની ગયું છે જેની જરૂર આપણને દરેક જગ્યા પર પડે છે

હવે ફક્ત 1 જ નંબરથી બનાવી શકાશે આખા પરિવારનું આધાર, જાણો શું છે PVC આધાર કાર્ડ
X

આધાર કાર્ડ એક એવું ડોક્યુમેન્ટ બની ગયું છે જેની જરૂર આપણને દરેક જગ્યા પર પડે છે. તેના વગર તમે કોઈ પણ સરકારી સ્કીમનો ફાયદો નહીં ઉઠાવી શકો. સમયની સાથે આધાર કાર્ડમાં ઘણા ફેરફાર આવ્યા છે.Unique Identification Authority of India (UIDAI) આ વર્ષે PVC આધાર કાર્ડ લઈને આવ્યું છે. જે રાખવું ખુબ સરળ છે અને લાંબા સમય સુધી ચાલે છે.

સૌથી સારી વાત એ છે કે તમે એક જ મોબાઈલ નંબરથી આખા પરિવાર માટે પીવીસી કાર્ડ ઓર્ડર કરી શકો છો.UIDAIએ ટ્વિટર પર તેની જાણકારી આપી છે.UIDAIએ ટ્વીટ કરતા કહ્યું કે 'તમે પોતાના આધારની સાથે રજીસ્ટર મોબાઈલ નંબરની ચિંતા કર્યા વગર વેરિફિકેશન માટે ઓટીપી મેળવવા માટે કોઈ પણ મોબાઈલ નંબરનો ઉપયોગ કરી શકો છો. તેના માટે એક વ્યક્તિ આખા પરિવાર માટે આધાર પીવીસી કાર્ડ ઓનલાઈન ઓર્ડર કરી શકે છે.'

સૌથી સારી વાત એ છે કે તમે એખ મોબાઈલ નંબરથી જ આખા પરિવાર માટે PVC આધાર કાર્ડ બનાવી શકો છો.PVC આધાર કાર્ડ કેરી કરવામાં સરળ પડે છે. આ પ્લાસ્ટિક ફોર્મમાં આવે છે. તેની સાઈઝ એક ATM ડેબિટ કાર્ડ જેટલી જ હોય છે તેને સરળતાથી ખિસ્સા કે વોલેટમાં કેરી કરી શકાય છે. જો તમે PVC આધાર કાર્ડ બનાવવા માંગો છો તો તમારે ફક્ત 50 રૂપિયાની મામુલી ફી ભરવી પડશે.

Next Story