Connect Gujarat
ટેકનોલોજી

ટોક્યો ઓલિમ્પિક : હવે તમે ફેસબુક, વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ પર લાઈવ ટેલિકાસ્ટ જોઈ શકશો

ટોક્યો ઓલિમ્પિક : હવે તમે ફેસબુક, વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ પર લાઈવ  ટેલિકાસ્ટ જોઈ શકશો
X

ટોક્યો ઓલિમ્પિક તેની ચરમસીમાએ છે ત્યારે ફેસબુકે જાહેરાત કરી છે કે તેનાં મુખ્ય બે પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ અને વોટ્સએપ પર ફેન્સ ઓલિમ્પિકની મજા માણી શકાશે. પસંદગીના દેશોમાં ફેન્સ ઓફિશિયલ ઓલિમ્પિક બ્રોડકાસ્ટર્સના ફેસબુક પેજ અને ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટના માધ્યમથી ટોક્યો ઓલિમ્પિકની હાઈલાઈટ, એથ્લિટ્સની પ્રોફાઈલ અને રમતનું લાઈવ ટેલિકાસ્ટ પણ જોઈ શકશે.

આમાં અમેરિકામાં એનબીસી યુનિવર્સલ, યુરોપના અમુક ભાગો માટે યૂરોસ્પોર્ટ અને મધ્ય પૂર્વ અને ઉત્તર આફ્રિકામાં બીઆઈએન સામેલ છે.ફેસબુકે જણાવ્યું છે કે ભારત, રશિયા, ઉપસહારા આફ્રિકા અને સ્પેનિશ ભાષી લેટિન અમેરિકા સહિતના પસંદગીનાં ક્ષેત્રોમાં ફેન્સ ઓફિશિયલ ફેસબુક પેજ પર ટોક્યોથી દિવસ દરમિયાનનાં મુખ્ય આકર્ષણો જોઈ શકે છે.

ફેસબુક પર યૂઝર્સ જે તે દેશની ટીમ અને એથ્લિટ્સના ઈન્ટરવ્યૂ, રમતો માટે નવી સ્પર્ધાઓનાં ભાષાંતર, ઓલિમ્પિકનો ઈતિહાસ અને મિત્રોની પોસ્ટ ઉપરાંત બીજું પણ ઘણું બધું જોઈ શકે છે. ઈન્સ્ટાગ્રામ પર ફેન્સ ઓગમેન્ટેડ રિયાલિટી દ્વારા સ્ટોરી અને ઈન્સ્ટા રીલ્સ બંનેમાં એક અલગ અનુભવ કરશે.જોવાનું એ રહેશે કે ભારતીયો તેને કેવોક રિસ્પોન્સ આપે છે.

Next Story