Connect Gujarat
ટેકનોલોજી

રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે વિદેશમાં 3.5 બીલીયન ડોલરના બોન્ડ લોન્ચ કર્યા…

દેશના સૌથી મોટા ઉદ્યોગગૃહ રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે વિદેશમાં 3.5 બીલીયન ડોલરના બોન્ડ લોન્ચ કર્યા છે.

રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે વિદેશમાં 3.5 બીલીયન ડોલરના બોન્ડ લોન્ચ કર્યા…
X

દેશના સૌથી મોટા ઉદ્યોગગૃહ રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે વિદેશમાં 3.5 બીલીયન ડોલરના બોન્ડ લોન્ચ કર્યા છે. મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ, જે ઓઈલથી લઈને ટેલિકોમ સેક્ટર સુધીનો બિઝનેસ કરે છે, તેણે એક ઝટકા સાથે 4 અબજ ડોલર ઊભા કર્યા છે.

કંપનીના સત્તાધીશોએ જણાવ્યુ હતું કે, વિદેશી ચલણમાં બોન્ડ જારી કરીને આ રકમ એકત્ર કરવામાં આવી છે. ભારતમાંથી જારી કરવામાં આવેલો આ સૌથી મોટો વિદેશી ચલણ બોન્ડ હતો. બોન્ડ માટે એશિયા, યુરોપ અને અમેરિકામાંથી ઓર્ડર મળ્યા હતા. ભારતમાં અત્યાર સુધીમાં કોઈપણ કોર્પોરેટ ગૃહ દ્વારા વિદેશમાંથી એક જ સાથે આટલી મોટી રકમના બોન્ડ ઈશ્યુ કરાયા હોય તેવી પ્રથમ ઘટના છે. "$ 11.5 બિલિયન સાથે લગભગ 3 વખત ઇશ્યૂ સબસ્ક્રાઇબ કરવામાં આવ્યો હતો. કંપનીએ 2.875 ટકાના વ્યાજે $1.5 બિલિયન, 3.625 ટકાના વ્યાજે $1.75 બિલિયન અને 3.75 ટકાના વ્યાજે $750 મિલિયન એકત્ર કર્યા. તેની ચુકવણીનો સમયગાળો 2032થી 2062 વચ્ચેનો છે. જોકે, ચાઈનાના નાણા લેવા કે કેમ તે અંગે રીલાયન્સ બાદમાં નિર્ણય લેશે, પરંતુ આ બોન્ડ 10, 30 અને 40 વર્ષના છે. જોકે, તે ઈકિવટી તરીકે ક્ધવર્ટ કરી શકાશે કે કેમ તે અંગે રીલાયન્સે હજુ કોઈ જાહેરાત કરી નથી. રીલાયન્સ હાલમાં તેના મોબાઈલ બીઝનેસમાં 5G ઉપરાંત હવે ગ્રીન એનર્જીમાં તથા ઈલેકટ્રીક વાહનો માટેની બેટરીના બીઝનેસમાં મોટાપાયે ઝંપલાવી રહી છે. તેથી આ જંગી રકમ તેમાં ઉપયોગ કરાશે. રીલાયન્સ ઉપરાંત શૂન્ય દેવુ ધરાવતી કંપની પણ બની જશે.

Next Story