Connect Gujarat
ટેકનોલોજી

2 દિવસમાં આ સ્માર્ટફોન બંધ થવા જઇ રહ્યો છે,તમારી પાસે તો નથી ને !

જો આજે દુનિયાના સૌથી પોપ્યુલર સ્માર્ટફોનની વાત હોય તો સૌથી પહેલા iPhoneનું નામ સામે આવે છે.

2 દિવસમાં આ સ્માર્ટફોન બંધ થવા જઇ રહ્યો છે,તમારી પાસે તો નથી ને !
X

જો આજે દુનિયાના સૌથી પોપ્યુલર સ્માર્ટફોનની વાત હોય તો સૌથી પહેલા iPhoneનું નામ સામે આવે છે. પરંતુ તમને કદાચ જ યાદ હશે કે આજથી લગભગ એક દાયકા પહેલા આઈફોન નહીં, પરંતુ એક બીજો ફોન માર્કેટમાં હતો. જેને લોકો સ્ટેટસ સિમ્બલની જેમ જોતા હતા. આ ફોન Blackberry કંપનીનો હતો. જેને જોઈને તમારું મન થતુ હશે કે તમે તેને ખરીદી લો. જો કે હવે આ ફોન પોતાની પોઝીશનથી ઘણો નીચે આવી ગયો છે અને પોપ્યુલર ફોનની યાદીમાંથી પણ બહાર આવી ગયો છે. મહત્વનું છે કે, જો તમારી પાસે હજી પણ આ કંપનીનો ફોન હશે તો તમે તેનો સારી રીતે ઉપયોગ કરતા હશો. પરંતુ હવે આવુ કરી શકશો નહીં. જો તમે Blackberry ના યુઝર્સ છો તો આ તમારા માટે માઠા સમાચાર છે. ખરેખર, કંપની અત્યાર સુધી પોતાના જૂના સ્માર્ટફોન પર સપોર્ટ આપી રહી હતી. જેનાથી કોઈ પણ યૂઝરને કોઈ પણ સમસ્યા આવતી નહોતી. પરંતુ હવે આમ કરવામાં આવશે નહીં. કારણકે હવે કંપની આ સપોર્ટને સંપૂર્ણ રીતે પાછુ લેવાની વિચારી રહી છે. ત્યારબાદ આ કંપનીના જૂના સ્માર્ટફોન કોઈ કામના રહેશે નહીં અને તમે આ સ્માર્ટફોનને કોઈ શોપીસની જેમ પોતાના ઘરમાં રાખી શકશો અને તેનો ઉપયોગ પણ કરી શકશો નહીં. કંપનીએ ગુરૂવારે સત્તાવાર રીતે જાહેરાત કરી છે કે તે હવે Blackberry OS, 7.1 OS, પ્લેબુક ઓએસ 2.1 સીરીઝ અને બ્લેકબેરી 10 પર ચાલતા સ્માર્ટફોન પર સપોર્ટ ઓફર કરશે નહીં. એવામાં હવે આ સ્માર્ટફોનને ગ્રાહક ચલાવી શકશે નહીં અને હવે માત્ર શોપીસ બની જશે. હવે જે યુઝર્સ આ સોફ્ટવેરનો ઉપયોગ કરી રહ્યાં છે તેને તેના માટે અપડેટ પણ આપવામાં આવશે નહીં. ઉલ્લેખનીય છે કે, 4 જાન્યુઆરીથી કંપની આ સ્માર્ટફોનથી પોતાનો સપોર્ટ પાછો લઇ લેશે અને પછી આ ફોન કોઈ કામનો રહેશે નહીં. જો કે એવા યુઝર્સ જે કંપનીના એન્ડ્રોઈડ સ્માર્ટફોનનો ઉપયોગ કરી રહ્યાં છે તેમને હજી પણ સપોર્ટ યથાવત રહેશે.

Next Story