Connect Gujarat
ટેકનોલોજી

વૉટ્સએપમાં આવ્યુ છે આ બહુ કામનુ ફીચર; જાણો શું છે ખાસિયત

વૉટ્સએપ ફક્ત સ્માર્ટફોન માટે જ નહીં કૉમ્પ્યુટર અને લેપટૉપ પર પણ વૉટ્સએપના ઉપયોગને આસાન બનાવવા માટે સતત કામ કરી રહી છે.

વૉટ્સએપમાં આવ્યુ છે આ બહુ કામનુ ફીચર; જાણો શું છે ખાસિયત
X

વૉટ્સએપ ફક્ત સ્માર્ટફોન માટે જ નહીં કૉમ્પ્યુટર અને લેપટૉપ પર પણ વૉટ્સએપના ઉપયોગને આસાન બનાવવા માટે સતત કામ કરી રહી છે. આ માટે વૉટ્સએપ વેબ વર્ઝનમાં કેટલાય ફિચર જોડ્યા છે, આ કડીમાં કંપનીએ એક પગલુ આગળ વધારતા હવે વૉટ્સએપની ડેસ્કટૉપ એપ લૉન્ચ કરી દીધી છે. આને હવે માઇક્રોસૉફ્ટ વિન્ડો એપ સ્ટૉર પરથી ડાઉનલૉડ કરી શકાય છે. આ વૉટ્સએપ વેબના ઓપ્શનના રૂપમાં કામ કરશે. જોકે હજુ સુધી આ બીટા વર્ઝનમાં જ છે.

કેમ કે કંપનીએ હવે લેપટૉપ અને કૉમ્પ્યુટર માટે વૉટ્સએપને લૉન્ચ કરી દીધુ છે. આવામાં હવે લોકોને કૉમ્પ્યુટર પર વૉટ્સએપ વેબને ચલાવવા માટે ફાયરફૉક્સ, ક્રૉમ કે માઇક્રોસૉફ્ટ એજ પર નિર્ભર નહીં રહેવુ પડે. વૉટ્સએપના કૉમ્પ્યુટર એપ માટે સિસ્ટમમાં x64 આર્કિટેક્ચર બેઝ્ડ સીપીયુ અને વિન્ડો 10નુ 14316.0 કે તેનાથી ઉપરનુ વર્ઝન હોવુ જરૂરી છે.

સૌથી પહેલા માઇક્રોસૉફ્ટ વિન્ડો સ્ટૉર પર જાઓ, માઇક્રોસૉફ્ટ વિન્ડો સ્ટૉર માટે તમે સર્ચ ઓપ્શન પર Microsoft Store ટાઇપ કરો. જ્યારે વિન્ડો સ્ટૉર ખુલી જાય તો અહીં વૉટ્સએપ ડેસ્કટૉપ (WhatsApp Desktop) ટાઇપ કરો.

જ્યારે વૉટ્સએપ ડેસ્કટૉપ એપ સામે આવી જાય તો Get બટન પર ક્લિક કરો. આ પછી તે ડાઉનલૉડ ડાઉનલૉડ થવા લાગશે. ડાઉનલૉડ થયા બાદ એપ વિન્ડો સ્ટૉરમાં દેખાશે. હવે તમે તે એપ પર ક્લિક કરીને તમે બેસિક જાણકારી નાંખીને લૉગીન કરો, લૉગીન પ્રક્રિયા ફોનની જેમ જ છે. એ વાતનુ ધ્યાન રાખો કે અત્યારે શરૂઆતી સ્તર પર છે, આવામાં એપમાં કેટલીય વાર સમસ્યાઓ આવી શકે છે.

Next Story