Connect Gujarat
ગુજરાત

17મી જાન્યુઆરીથી અમદાવાદ-મુંબઈ રૂટ પર દોડશે, તેજસ એક્સપ્રેસ, જુઓ કેટલું ભાડું નક્કી કર્યું

17મી જાન્યુઆરીથી અમદાવાદ-મુંબઈ રૂટ પર દોડશે, તેજસ એક્સપ્રેસ, જુઓ કેટલું ભાડું નક્કી કર્યું
X

ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ

કોર્પોરેશન IRCTC આ મહિનાની 17 તારીખે અત્યાધુનિક સુવિધાથી સજ્જ તેજસ એક્સપ્રેસ મુંબઈ-અમદાવાદ રૂટ

પરદોડાવશે. આ ટ્રેન વ્યાવસાયિક ધોરણે 19

જાન્યુઆરી 2020થી દોડશે. આ ટ્રેન માટે બુકિંગ શરૂ થઈ ગયું છે. આ ટ્રેનમાં ઘણી એવી સુવિધાઓ

છે, જે તેને અન્ય ટ્રેનોથી

અલગ બનાવે છે. આ ટ્રેન લેટ થવા પર તમને વળતર આપે છે. ઉપરાંત 25 લાખ રૂપિયાનો ટ્રાવેલ

ઈન્શ્યોરન્સ પણ આપે છે. આ ટ્રેન ગુરુવાર સિવાય સોમવાર, મંગળવાર, બુધવાર, શુક્રવાર, શનિવાર અને રવિવાર એમ

અઠવાડિયાના છ દિવસ દોડશે.

અમદાવાદ-મુંબઈ તેજસ એક્સપ્રેસમાં કુલ 758 સીટો છે, જેમાંથી 56 સીટો એક્ઝિક્યુટિવ ક્લાસની અને ચેર એસી ક્લાસની

છે. આ ટ્રેનની સ્પીડ પ્રતિ કલાક 160 કિમી હશે. અત્યાધુનિક ટેક્નોલોજીથી સજ્જ આ ટ્રેનમાં વિજળીનો વપરાશ પણ ઓછો થશે.

ટ્રેનની દરેક સીટની બેક સાઈડમાં એક LCD લગાવવામાં આવેલી હશે.

ટ્રેનમાં વાઈફાઈ ઉપરાંત કેટરિંગનું મેન્યૂ

પ્રખ્યાત શેફ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. મુસાફરોને ફ્રીમાં 25 લાખ રૂપિયાનો રેલ ટ્રાવેલ ઈન્શ્યોરન્સ મળશે.

દરેક કોચમાં ઈન્ટિગ્રેટેડ બ્રેઇલ ડિસ્પ્લે, ડિજિટલ ડેસ્ટિનેશન બોર્ડસ અને ઈલેક્ટ્રોનિક રિઝર્વેશન ચાર્ટ પણ છે.


તેજસ એક્સપ્રેસ

સવારે અમદાવાદથી 6.40

કલાકે ઉપડશે અને

બપોરે 13.40

કલાકે મુંબઈ

સેન્ટ્રલ પહોંચાડશે. તેવી જ રીતે રિટર્નમાં મુંબઈ સેન્ટ્રલથી 15.40 કલાકે ઉપડશે અને 21.55 કલાકે અમદાવાદ પહોંચાડશે. આ ટ્રેન માટે

મુસાફરીના 60 દિવસ પહેલા ટિકિટ બુક કરાવી શકાય છે. બીજી

ટ્રેનો માટે 120

દિવસ પહેલા બુકિંગ

કરાવવું પડે છે.

અમદાવાદથી મુંબઈની વચ્ચે એક્ઝિક્યુટિવ ચેર કારનું ભાડું 2,384 રૂપિયા છે. તેમાં બેઝ ફેર 1,875 રૂપિયા, જીએસટી 94 રૂપિયા અને કેટરિંગ ચાર્જ 415 રૂપિયા સામેલ છે.

ચેર કારનું ભાડું 1,289 રૂપિયા છે, જેમાં બેઝ ફેર 870 રૂપિયા, જીએસટી 44 રૂપિયા અને કેટરિંગ ચાર્જ 375 રૂપિયા સામેલ છે.મુંબઈ-અમદાવાદની વચ્ચે એક્ઝિક્યુટિવ ચેર કારનું ભાડું 2,374 રૂપિયા છે, જેમાં 1,875 રૂપિયા બેઝ ફેર, 84 રૂપિયા જીએસટી અને કેટરિંગ ચાર્જ 405 રૂપિયા સામેલ છે.

તેમજ એસી ચેર કારનું ભાડું 1,274 રૂપિયા છે, જેમાં 870 રૂપિયા બેઝ ફેર, 44 રૂપિયા જીએસટી અને 360 રૂપિયા કેટરિંગ ચાર્જ પણ સામેલ છે.

Next Story