Connect Gujarat
Featured

રાજસ્થાનના જાલોરમાં બની ભયાનક દુર્ઘટના, હાઇટેન્શન લાઇનની ઝપેટમાં બસ આવી જતા અનેકના મોત

રાજસ્થાનના જાલોરમાં બની ભયાનક દુર્ઘટના, હાઇટેન્શન લાઇનની ઝપેટમાં બસ આવી જતા અનેકના મોત
X

રાજસ્થાનના જાલોર જિલ્લાના મહેશપુરા ગામમાં મોડી રાત્રે ભયાનક દુર્ઘટના બની છે. અહીં પેસેન્જર ભરેલી એક બસ 11 કેવી (11 હજાર વોલ્ટ)ના હાઇટેન્શન લાઇનની ઝપટમાં આવી જતા આ ગોઝારી ઘટના બની. બસમાં કરંટ આવવાથી બસમાં સવાર પેસેન્જરમાંથી કેટલાંય લોકોના મોત થયા. ઘટનાની માહિતી મળતા જ પોલીસ પ્રશાસનની ટીમ સ્થળ પર પહોંચી ગઇ હતી. અકસ્માતમાં અત્યાર સુધીમાં 6 લોકોના મોતની પુષ્ટિ થઇ છે, જ્યારે 16થી વધુ લોકો દાઝ્યા છે. તમામને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરાયા છે. આ તમામ જૈન સમાજના શ્રદ્ધાળુ છે, જેઓ બસમાં સવાર થઈને જૈન મંદિરના દર્શન કરીને પરત આવી રહ્યા હતા.

મળતી માહિતી પ્રમાણે રાજસ્થાનના જાલોર જિલ્લાના મહેશપુર ગામમાં ભીષણ અકસ્માત થયો. પેસેન્જર્સ ભરેલી બે બસો રસ્તો ભટકી ગઇ અને એક ગામમાં પહોંચી ગઇ. ત્યાં રસ્તામાં વીજળીના તાર ઝૂલતા જોઇ ડ્રાઇવરે બસ રોકી દીધી. બસના કંડકટર કે ખલાસી બસની છત પર ચઢ્યા અને એક ડંડાની મદદથી વીજળીના તરને ઉપર કરીને બસને નીકાળવાની કોશિષ કરી રહ્યા હતા.

બસમાં સવાર મુસાફરોએ જણાવ્યું કે તેઓ નાકોડા પછી માંડોલીમાં દર્શન કરવા ગયા હતા. શનિવારે મોડી સાંજે તમામ જાલોર શહેર પહોંચી ગયા હતા. અહીં ભોજન કર્યા પછી તેમને બ્યાવર જવાનું હતું. ગૂગલ મેપથી બ્યાવરનો માર્ગ જોઈને બસ આગળ વધી રહી હતી. ભૂલથી બસ મહેશપુરા ગામમાં પહોંચી. બસ ગામની સાંકડી ગલીમાં પહોંચી ગઈ અને ત્યાં 11 કેવીની લાઈન ખૂબ નીચે હતી. બસનો કંડકટર તાર જોવા માટે ઉપર ચઢ્યો. કંડક્ટર 11 કેવીની લાઈન હટાવવા લાગ્યો અને કરંટ આખી બસમાં ફેલાઈ ગયો, જેનાથી આગ લાગી. બેમાંથી એક બસ આગમાં સળગી ગઇ.

Next Story