Connect Gujarat
Featured

ટેસ્ટ ક્રિકેટ : ઈંગ્લેન્ડને ઇન્ડિયાએ ફરી આપી માત, હવે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિનશિપની ફાઇનલમાં પહોંચ્યું ભારત

ટેસ્ટ ક્રિકેટ : ઈંગ્લેન્ડને ઇન્ડિયાએ ફરી આપી માત, હવે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિનશિપની ફાઇનલમાં પહોંચ્યું ભારત
X

ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડ વિરુદ્ધ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ચોથી અને અંતિમ ટેસ્ટ મેચમાં એક ઈનિંગ્સ અને 25 રનથી શાનદાર જીત મેળવી હતી. તેની સાથે ભારતે 3-1થી સીરિઝ પર કબ્જો કરી લીધો હતો. આ જીત સાથે ભારત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલમાં પણ પહોંચી ગયું છે. ફાઈનલમાં ટીમ ઈન્ડિયા ન્યુઝીલેન્ડ સાથે ટકરાશે.

ચોથી ટેસ્ટમાં ઇંગ્લેન્ડે ટૉસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી હતી, ઇંગ્લિશ ટીમ પ્રથમ ઇનિંગમાં માત્ર 205 રન બનાવીને ઓલઆઉટ થઇ ગઇ હતી. ભારતે શાનદાર બેટિંગ કરતા પ્રથમ ઈનિંગમાં 365 રન બનાવ્યા હતા અને 160 રનની લીડ મેળવી હતી. ઈંગ્લેન્ડે બીજી ઈનિંગમાં 135 રન પર જ ઓલઆઉટ થઈ ગઈ હતી. અક્ષર પટેલે આ મેચમાં 9 વિકેટ અને અશ્વિને 8 વિકેટ લીધી હતી. જ્યારે ભારત તરફથી ઋષભ પંતે સદી નોંધાવી હતી.

Next Story