Connect Gujarat
Featured

બીજી મા સિનેમા : થપ્પડ

બીજી મા સિનેમા : થપ્પડ
X

થપ્પડ

હે વો સોચ જીસને જબ ચાહા નજર સે ઉતાર દિયા.

તાપસી પન્નુએ ફરી એકવાર પડકાર ઝીલ્યો. વિક્રમ (પવેલ ગુલાટી) એક પાર્ટીમાં પત્ની અમૃતા (તાપસી પન્નુ) ને થપ્પડ મારે. અમૃતાને લાગી આવે, 'સોરી ફરીવાર આવી ભૂલ નહિ જ થાય, મને માફ કરી દે' એવું કહેવાને બદલે વકીલની જાળમાં આવી જાયને ખોટા આક્ષેપો જેવા કે તું પીંડક છે, ઘરમાં બધા સાથે દુર્વ્યવહાર કરે છે, અસંસ્કારી, તને રસોઈ બનાવતા આવડતી નથી વિગેરે વિગેરે.

રત્ના પાઠક (સંધ્યાકી) અમૃતાની માં દિકરીને સમજાવે લગ્નજીવનમાં નોકઝોક તો ચાલ્યા કરે, હંમેશના માટે છુટા પડવાનો, છૂટાછેડા લેવાનો વિચાર ના કરાય. અમૃતાના પિતા જયંત (કુમુદ મિશ્રા) દિકરીના પક્ષે રહે. સુલક્ષણા સભ્રવાલ (તન્વી આઝમી) વિક્રમની માતાને એટેક આવે. કોમામાં સરી પડે. અમૃતા પિયેર ચાલી જાય. એ સગર્ભા છે છતાં વિક્રમને પ્રેમ કરતી નથી કારણ : થપ્પડ.

ફિલ્મમાં દર્શકોને યાદ રહી જાય એવો અભિનય હોય તો તે સાનિયા (ગ્રેસી ગોસ્વામી) કામવાળી. ઘરે પતિનો માર ખાય, દિવસે વિક્રમનું ઘર ચોખ્ખુચણાક રાખે. ફિલ્મના અંતિમ દ્રશ્યો જબરજસ્ત. એક સ્ત્રી, પત્ની જે મહેનત કરી ઘર ચલાવે એ ક્યાં સુધી પતિની જોહુકમી સહન કરે. સાનિયા એના પતિને એકસાથે જેટલા તમાચા મારે છે, એટલા કરોડની કમાણી કરી શકે એટલી સશકત ફિલ્મ.

દિગ્દર્શક અનુભવ સિંહાએ સ્ત્રી પર થતા અત્યાચારો પછી એ ઝૂપડીમાં હોય કે હાયફાય સોસાયટીના ચકનાચોર કરી દે એવા બંગલામાં. ચોટદાર રીતે દર્શાવ્યા છે.

ચોટદાર સંવાદ :

  • તુમસે ઇન્વેસ્ટમેન્ટ કા આઈ ભી પતા હૈ ક્યાં તુમસે ભીખ માંગુ, સેકસ કે લીયે
  • લુક એટ યોર સેલ્ફ એક બચ્ચેકી માં હો ઔર પાંચ બચ્ચો કી માં જેસા ફિગર બના દીયા.
  • સારે મઝે પુરાને બોયફ્રેન્ડ કે સાથ કર લીયા અબ તુમ્હે સેકસ મેં કહાં રસ પડેગા.
  • થપ્પડ વો નહિ જો સિર્ફ ચહેરે પર લગતા થપ્પડ વો હે જો આત્મસન્માન પર પ્રહાર કરતા હૈ.

Next Story