આજે 11મો રાષ્ટ્રીય મતદાતા દિવસ છે. ચૂંટણી પંચની સ્થાપનાના ઉપલક્ષ્યમાં દર વર્ષે 25 જાન્યુઆરીના રોજ દેશભરમાં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી થતી હોય છે. દેશભરના મતદાતાઓમાં જાગૃતિ લાવવા અને ચૂંટણી પ્રક્રીયામાં ભાગ લેવા તેમને પ્રોત્સાહીત કરવા માટે રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી થતી હોય છે.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આ પ્રસંગે નવી દિલ્હીમાં યોજાનારા રાષ્ટ્રીય સમારંભના મુખ્ય અતિથી રહેશે. આ વખતે રાષ્ટ્રીય મતદાતા દિવસનું વિષય વસ્તુ દેશના મતદાતાને સશક્ત ,સતર્ક , સુરક્ષિત અને જાગૃત કરવાનો છે. આ પ્રસંગે કોવિડ-19 કાળમાં પણ ચૂંટણીના સુચારૂ આયોજન કરવાની ચૂંટણી પંચની પ્રતિબદ્ધતા પર પ્રકાશ નાખવામાં આવશે. આ પ્રસંગે રાષ્ટ્રપતિ વર્ષ 2020-21 માટેના રાષ્ટ્રીય પુરસ્કાર પ્રદાન કરશે અને ચૂંટણી પંચના વેબ રેડિયો હેલો વોટર્સનો શુભારંભ પણ કરશે.