Connect Gujarat
ગુજરાત

પાલેજના બે યુવાનોની કારને વિરાર નજીક નડ્યો અકસ્માત

પાલેજના બે યુવાનોની કારને વિરાર નજીક નડ્યો અકસ્માત
X

પાલેજ :- મુંબઇ

એરપોર્ટ પર એન અાર આઇને લેવા કરવા જઇ રહેલા ભરૂચના પાલેજના બે યુવાનોની કારને

વિરાર નજીક અકસ્માત નડતા કારનો ખુરદો બોલી જવા પામ્યો હતો. જ્યારે બંને યુવાનોને

ઇજાઓ થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર પાલેજના

જહાંગીર પાર્ક વિસ્તારમાં તેમજ ડુંગરીપાળ ખાતે રહેતા અનુક્રમે શકિલ હનીફ પટેલ તેમજ

અનવર સૈયદ બાપુ મુંબઇ ખાતે એરપોર્ટ પર એન આર આઇને લેવા માટે ઇનોવા કાર લઇને જઇ

રહ્યા હતા.

ત્યારે વિરાર નજીક ટોલ

પ્લાઝા પાસે પાછળ ચાલી રહેલી ટ્રકની બ્રેક ફેઇલ થઇ જતા ટ્રક ચાલકે કાબુ ગુમાવતા

આગળ ઉભી રહેલી કાર સાથે ટ્રક ધડાકાભેર અથડાતા કાર અન્ય એક ઉભેલી ટ્રકમાં ઘૂસી જતા

અકસ્માત સર્જાયો હતો. સર્જાયેલા અકસ્માતમાં શકીલને બંને પગમાં ગંભીર ઇજાઓ તેમજ

અનવરને છાતીના ભાગે ઇજાઓ થવા પામી હતી. બંને ઇજાગ્રસ્તોને પ્રથમ માંડવી હાઇવે

હોસ્પિટલ ખાતે સારવાર આપી વધુ સારવાર અર્થે વડોદરા ખસેડાયા હતા. અકસ્માત એટલો

ભયંકર હતો કે કારનો ખુરદો બોલી જવા પામ્યો હતો. સદનસીબે કોઇ જાનહાની ન સર્જાતા

બંને યુવાનોના પરિવારજનોએ કુદરતનો પાડ માન્યો હતો..

Next Story