કાપ્યો છે અને લપેટની કિકિયારીઓ સાથે ભરૂચમાં પતંગરસિયાઓએ મનાવી ઉત્તરાયણ

0
108

ગુજરાતની ઓળખ સમા ઉતરાયણ પર્વને ઉજવતા ભરૂચમાં અનેરો ઉત્સાહ અને થનગનાટ જોવા મળી રહ્યો છે. સવારથી જ ભરૂચીઓ મકાનની છત પર પહોંચી જઈને આકાશને રંગબેરંગી પતંગોથી રંગી નાખ્યું હતું. ભરૂચીઓના ઉત્સાહને બેવડતા પવનદેવે પણ પોતાની ગતિ જાળવી રાખી હોવાથી પતંગરસિયાઓને સવારથી મોજ પડી ગઈ છે. હળવી ઠંડીની વચ્ચે યોગ્ય પવનથી આકાશી યુધ્ધે ચડેલા યુવા હૈયાઓ આનંદ અને ઉલ્લાસ સાથે મકરસંક્રાતિ પર્વની ઉજવણી કરી રહ્યાં છે.

પતંગ ચગાવવા મકાનની છત પર પહોંચી ગયેલા યુવા હૈયાઓએ વહેલી સવારથી જ ડીજેના તાલે નાચવા લાગ્યાં હતાં. પતંગ કપાતા જ લપેટ અને કાપ્યો છે ની ચીચીયારીઓ જોવા મળી રહી હતી.

યુવાનોના ઉત્સાહને  વધારવા ધારાસભ્ય દુષ્યંત પટેલે પતંગની મોજ માણવા સાથે સરકાર દ્વારા શરૂ કરાયેલ કરૂણા અભિયાનને ધ્યાને રાખી કોઇ પણ પક્ષી ધાયલ થાય ફોન કરવા અને તેને બચાવવા અપીલ કરવા સાથે સૌને મકરસંક્રાંતિની શુભકામનાઓ પાઠવી હતી.

· મકરસંક્રાંતિના દિવસે ગૌ દાન અને ગુપ્ત દાનનું વિશેષ મહત્વ, ઉંધિયા-જલેબીની બોલબાલા

રંગબેરંગી અવનવી પતંગો સાથે આકાશી યુધ્ધ ખેલવાનો દિવસ એટલે ઉત્તરાયણ. મકર સંક્રાતિના પર્વની ઉજવણીનો રંગ ગુજરાતમાં સૌથી વધારે જોવા મળે છે. ગુજરાતના જેવો ઉતરાયણનો માહોલ ક્યાંય પણ જોવા મળતો નથી. નાગરીકો ઉતરાયણની ઉજવણી કરવા આતુરતાથી રાહ જોતા હોય છે. ઉત્તરાયણ પર્વે વહેલી સવારથી તે મોડી સાંજ સુધી ઘરના ધાબા પર જ રહીને પતંગ ચડાવીને,ગીતોના સુરો વચ્ચે આનંદ મસ્તી કરી મસ્તી સાથે ઉજવણી કરતા હોય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here