સૌરાષ્ટ્રભરમાં વીરપુર સહિતના યાત્રાધામો ખાતે ધંધાર્થીઓની હાલત કફોડી, સરકાર સમક્ષ કરાઇ સહાયની માંગ

0
98

કોરોનાના સંક્રમણને આગળ વધતું અટકાવવા માટે સરકાર દ્વારા યાત્રાધામો સહિતના ધાર્મિક સ્થળો પર છેલ્લા 2 મહિનાથી પ્રતિબંધ લગાવ્યો છે, ત્યારે સૌરાષ્ટ્રભરના યાત્રાધામો ખાતેના ધંધાર્થીઓની હાલત ઘણી કફોડી બની છે.

સૌરાષ્ટ્રના અનેક યાત્રાધામો પર નભેલા ધંધાર્થીઓની હાલત છેલ્લા 2 મહિનાથી કફોડી બની છે. જેમાં સૌરાષ્ટ્રનું સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુરનું જલારામધામ કે, જ્યાં રોજના હજારો શ્રદ્ધાળુઓ મંદિરે દર્શન કરવા માટે આવતા હોય છે, ત્યારે મંદિર હજુ પણ બંધ જ હોવાથી શ્રમિકોથી માંડીને રીક્ષાવાળાઓ, ફુલહાર-પ્રસાદી, નાસ્તાગૃહો, ગેસ્ટહાઉસ તેમજ દુકાનદારોની હાલત ડામાડોળ જેવી થઈ ગઈ છે.

સરકાર દ્વારા મંદિરો ખોલવા માટે હજુ છૂટ આપવામાં નથી આવી, ત્યારે યાત્રાધામો ખાતે તમામ ધંધાર્થીઓના વેપાર અને ધંધા-રોજગાર બંધ થયા છે. મોટા ભાગે તો વેપારીઓ દુકાન ખોલતા જ નથી અને જે કોઈ દુકાનો ખોલે તે સાફસફાઈ કરી દુકાન તુરંત બંધ કરે છે. સરકાર દ્વારા નવી ગાઈડલાઇનમાં આંશિક છૂટછાટ તો આપવામાં આવી છે. પરંતુ તેમાં યાત્રાધામો માટે કોઈ ઉલ્લેખ ન હોવાથી તમામ વેપારીઓએ સરકાર સમક્ષ સહાયની માંગ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here