Connect Gujarat
Featured

દેશના ધનવાનોમાં ગુજ્જુઓનો દબદબો, ગુજરાતીઓમાં ગૌતમ અદાણી નંબર વન પર

દેશના ધનવાનોમાં ગુજ્જુઓનો દબદબો, ગુજરાતીઓમાં ગૌતમ અદાણી નંબર વન પર
X

હુરુન ઇન્ડિયાની ટોપ ધનવાન લોકોની યાદીમાં મુકેશ અંબાણી સતત નવમા વર્ષે ટોપ પર છે અને ભારતનાં સૌથી ધનવાન વ્યક્તિ રહ્યા છે, આ યાદીમાં તેમની પાસે 6,58,400 કરોડ રૂપિયાની સંપત્તિ છે. ખાસ વાત કે કે લોકડાઉન બાદ પણ તેમની સંપત્તિમાં દર કલાકે 90 કરોડ રૂપિયાનો વધારો જોવા મળ્યો છે. આ યાદીમાં બીજા સ્થાન પર 1,43,700 કરોડ રૂપિયાની સંપત્તિની સાથે હિન્દુજા બ્રધર્સ બીજા સ્થાન પર છે

વર્ષ 2020ની હુરુન ધ રિચેસ્ટ પીપલ ઇન ઇન્ડિયાની યાદીમાં કુલ 60 ગુજરાતીઓનો સમાવેશ થાય છે. જે 60 ગુજરાતીઓનો આ લિસ્ટમાં સમાવેશ થયો છે તેમાં ફાર્માસ્યુટિકલ અને જવેલરી ક્ષેત્રનાં જ 48% લોકો છે. ગયા વર્ષની યાદીની તુલનામાં વર્ષે ગુજરાતીઓની કુલ સંપત્તિમાં 32%નો વધારો નોંધાયો છે.ગુજરાતીઓમાં જેટલા પણ ધનવાન વ્યક્તિઓ છે તેમાં ગૌતમ અદાણી સૌથી અગ્રેસર છે અને તેમનું નામ ભારતનાં પાંચ સૌથી ધનવાન વ્યક્તિઓમાં પણ સમાવેશ થાય છે

લોકડાઉન બાદ દર કલાકે 90 કરોડ કમાઈ રહ્યા છે મુકેશ અંબાણી 60 ધનવાન ગુજરાતીઓનો યાદીમાં સમાવેશ, ગુજરાતીઓમાં અદાણી નંબર વન ગૌતમ અદાણીને ગુજરાતમાં શ્રેષ્ઠ સ્થાન જ્યારે નેશનલ લિસ્ટમાં ટોપ-5માં સમાવેશ, મુકેશ અંબાણી સતત નવમા વર્ષે અગ્રેસર.

હુરુન ઇન્ડિયા રીચ લિસ્ટમાં જેટલા નવા નામો ઉમેરાયા છે તેમાં 12 ગુજરાતીઓનો સમાવેશ થાય છે. આ યાદી કુલ 828 લોકોની છે જેમાં 162 નવા ચેહરાની એન્ટ્રી થઇ છે, જેમાં અશોક સૂતાનું નામ પણ સામેલ થયું છે. જેટલા નવા નામો ઉમેરાયા છે તેમાંથી 12 ગુજરાતીઓ છે. નોંધનીય છે કે 229 લોકો એવા પણ છે જેમની સંપત્તિમાં ઘટાડો સામે આવ્યો છે

Next Story