Connect Gujarat
Featured

લડાકુ વિમાન રાફેલ જામનગરની ધરતી પર સૌપ્રથમ લેન્ડ કરશે.

લડાકુ વિમાન રાફેલ જામનગરની ધરતી પર સૌપ્રથમ લેન્ડ કરશે.
X

રાષ્ટ્રીય સૌ પ્રથમ જામનગરની ધરતી પર લેન્ડ કરશે રાફેલ,અગાઉ જગુઆર ફાઇટર જેટે પણ જામનગરમાં પ્રથમ ઉતરાણ કર્યું હતું. ચીન સાથેના ટકરાવને ધ્યાનમાં રાખીને ભારતને ફ્રાન્સ 6 રાફેલ વિમાન જુલાઈ મહિનામાં જ આપી દેવાનુ છે. 27 જુલાઈએ 6 રાફેલ વિમાનોનુ ભારતમાં આગમન થશે.રાફેલ વિમાન ભારતમાં સૌથી પહેલા જામનગરમાં ઉતરશે.

અગાઉ ભારતે બ્રિટન પાસેથી ખરીદેલા 2 જગુઆર ફાઇટર જેટ વિમાનોએ પણ સૌ પ્રથમ જામનગર એર બેઝ પર ઉતરાણ કર્યું હતું.રાફેલ વિમાનને ભારતીય વાયુસેનાના પાયલોટસ જ ઉડાવીને લાવશે.જેઓ હાલમાં વિમાનની તાલીમ લેવા માટે ફ્રાન્સમાં જ છે.વિમાનોને ભારત લાવવા માટે પણ ભારે પ્લાનિંગ ચાલી રહ્યુ છે.કારણકે ફ્રાન્સથી ભારત વચ્ચે રાફેલ વિમાન દુનિયાના સંખ્યાબંધ દેશોમાંથી પસાર થશે.આ દરમિયાન વિમાન પ્રતિ કલાક 1000 કિલોમીટર ઝડપથી ઉડાન ભરશે.

ફ્રાન્સથી ઉડાન ભર્યા બાદ અડધા રસ્તા સુધી ફ્રાન્સનુ હવામાંથી હવામાં ફ્યુલ ભરી શકતુ વિમાન સાથે રહેશે. રાફેલ વિમાન બે વખત ફ્યુલ ભરવા ગ્રીસ અથવા ઈટાલીમાં તેમજ બીજા તબક્કામાં ઓમાન અથવા તુર્કીમાં ઉતરે તેવી સંભાવના છે.ખાડી દેશો સુધી રાફેલ આવ્યા બાદ ભારતીય વાયુસેનાના હવામાં ફ્યુલ આપી શકતા આઈએલ-76 વિમાનો રાફેલની સાથે રહેશે.વિમાનોમાં વધારાના પાયલોટ, મેન્ટેન્સ સ્ટાફ અને રાફેલના બીજા પાર્ટસ પણ હશે.જેથી રસ્તામાં કોઈ જરુર પડે તો મદદ કરી શકાય.

ભારતમાં રાફેલ પહેલા જામનગર ખાતે લેન્ડિંગ કરશે.જ્યાં કસ્ટમ વિધિ પુરી થયા બાદ વિમાન ફરી ઉડાન ભરીને અઁબાલા એરબેઝ ખાતે પહોંચશે.રાફેલનો સમાવેશ એરફોર્સની ગોલ્ડન એર સ્કવોડ્રનમાં કરાયો છે.આ સ્કવોડ્રનના પાયલોટ્સ હાલમાં ફ્રાન્સમાં છે.જેમની તાલીમ લગભગ પુરી થઈ ચુકી છે.

Next Story