Connect Gujarat
Featured

ઐતિહાસિક INS વિરાટ યુધ્ધ જહાજ અલંગથી 13 નોટિકલ માઈલ સમુદ્રમાં પહોંચ્યું

ઐતિહાસિક INS વિરાટ યુધ્ધ જહાજ અલંગથી 13 નોટિકલ માઈલ સમુદ્રમાં પહોંચ્યું
X

INS વિરાટ યુદ્ધ જહાજ આજે અલંગના જહાજ ભંગારવાડા ખાતે આવી પહોંચ્યું છે. મુંબઈથી બે દિવસ અગાઉ રવાના થયા બાદ આજે આવી રહેલું INS વિરાટ વિશ્વનું સૌથી જૂનું એરક્રાફ્ટ કેરિયર અને ભારતીય નૌકાદળનું ઐતિહાસિક યુદ્ધ જહાજ છે. અલંગમાં બે મહિના સુધી એનું ભંગાણ થશે.

INS વિરાટ યુધ્ધ જહાજ આજે અલંગથી 13 નોટિકલ માઈલ સમુદ્રમાં પહોંચ્યું છે. મુંબઇના નેવલ ડોકયાર્ડથી 19 સપ્ટેમ્બરે રવાના થયેલ આઇ એન એસને ચાર ટગની મદદથી ઘોઘા નજીકની સમુદ્ર જળસીમામાં પહોચાડ્યું છે. જ્યાં તેની કસ્ટમ, જીએમબી, જીપીસીબી સહિતના અન્ય વિભાગોના અધિકારીઓ તપાસ અર્થે પહોંચશે તેમજ જરૂરી કાગળો પરની કાર્યવાહી અને ક્લિયરન્સ બાદ અલંગ ના પ્લોટ નંબર 9 માં બીચિંગ કરાશે. ભારતીય નૌકાદળ દ્વારા ૩૦ વર્ષ સુધી આઇએનએસ વિરાટની સેવા લેવામાં આવી હતી. અલંગ શીપ બ્રેકિંગ યાર્ડમાં આવેલ શ્રી રામ ગ્રુપ ઓફ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા ઓનલાઇન ઓક્શનમાં રૂપિયા ૩૮.૫૪ કરોડની કિંમતે આઇએનએસ વિરાટની ખરીદી કરાઇ હતી. આ યુદ્ધ જહાજ વર્ષ 1987માં ભારતીય નેવીમાં સામેલ થયું હતું. INS વિરાટે યુ.કેમાં 26 વર્ષ અને ભારતમાં 30 વર્ષ એટલે કે 56 વર્ષ સુધી સેવા આપ્યા બાદ,૬ માર્ચ 2017ના સત્તાવાર રીતે ભારતીય યુદ્ધ જહાજ તરીકે INSને વિદાય અપાઇ હતી. આઇએનએસ વિરાટની પહોળાઇ 49મીટર અને લંબાઇ 225મીટર છે. આઇએનએસ વિરાટને ડિસ્મેન્ટલ કરવા માટે તેના સ્વાગત , બીચીંગ અને તેના કટીંગ સહિતની તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે

Next Story