Connect Gujarat
ગુજરાત

ભારતના આર્મી જવાનો માટે NHAI એ લીધો મોટો નિર્ણય, જાણો શું નિર્દેશ આપ્યો

ભારતના આર્મી જવાનો માટે NHAI એ લીધો મોટો નિર્ણય, જાણો શું નિર્દેશ આપ્યો
X

આપણાં દેશનો પ્રત્યેક જવાન જે આપણાં

દેશની સીમા ઉપર રક્ષા કરે છે, તે કોઈ પણ જાતની તકલીફ વગર દેશના

બનાવેલ ટોલ પ્લાઝા ઉપર હેરાન ન થાય અને તેમને આગવું સન્માન મળે, તે હેતુ સર નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ એક મહત્વનો

નિર્ણય લીધો છે.

દેશની સુરક્ષા કરવામાં કોઇપણ ભોગ આપવાની હિમ્મત રાખતાં સેનાના

જવાનોને ટોલ પ્લાઝા પરથી પસાર થતાં સ્પેશિયલ પ્રોટોકલ મળશે. નેશનલ હાઇવે ઓથોરિટી

ઓફ ઇન્ડિયાએ દેશના તમામ ટોલ પ્લાઝા સંચાલકોને સર્ક્યુલર જારી કરી નિર્દેશ આપ્યા છે

કે જ્યારે પણ ટોલ પરથી આર્મી ઓફિસર કે જવાન નિકળે તો તેઓને સન્માન સાથે સલામ

(Salute)કરવામાં આવે. આ નિયમનું ફરજિયાત પણે અમલ કરવાના આદેશ છે.

અત્યાર સુધી ટોલ પ્લાઝા પરથી પસાર

થયા સેના અધિકારી કે જવાનોને સલામ (Salute) નથી અપાતી.

આટલું જ નહીં, જવાનો સાથે

દુર્વ્યવહારની ફરિયાદો પણ સામે આવી છે. જ્યારથી ટોલ પ્લાઝા પર ફાસ્ટેગ સેવા શરુ

કરાઇ છે ત્યારથી આ પ્રકારના મામલાઓમાં વધારો જોવા મળ્યો છે. જેને ધ્યાનમાં લઇને NHAIએ સેનાના સન્માન માટે આ નિર્દેશ

જારી કર્યા છે. NHAI આ મામલે કડક નિર્દેશ આપ્યા છે કે સેનાના સન્માન સંબંધી

આદેશોનું ફરજિયાત પાલન કરવામાં આવે. સેનાના અધિકારી અને જવાન સન્માન સાથે ટોલ

પ્લાઝા પરથી પસાર થવા જોઇએ. આ મામલે બેદરકારી સામે પગલા લેવામાં આવશે.

Next Story